Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી સિસ્ટમની બેદરકારી તો બહાર આવી પણ જો જો હવે આરોપીઓ છુટી ના જાય

સરકારી સિસ્ટમની બેદરકારી તો બહાર આવી પણ જો જો હવે આરોપીઓ છુટી ના જાયઆરોપીઓને આજીવન કારાવાસની સજા થાય તેવી માગવિદ્યાર્થીઓને અન્યાય ના થાયજો જો કોઇ વહિવટ ના થાયઆરોપીઓ માટે છટકબારી ના રહે નહિંતર ગુજરાતના વિદ્યાર્થી માફ નહી કરે પેપર તો ફૂટ્યું પણ  સરકારી તંત્ર આગલી રાત સુધી ઉંઘતું ઝડપાયુ છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના અરમાનો પર પાણી ફરી વળ્યું છે.  સરકારી સિસ્ટમ ઘોર બેદરકારી બàª
સરકારી સિસ્ટમની બેદરકારી તો બહાર આવી પણ જો જો હવે આરોપીઓ છુટી ના જાય
  • સરકારી સિસ્ટમની બેદરકારી તો બહાર આવી પણ જો જો હવે આરોપીઓ છુટી ના જાય
  • આરોપીઓને આજીવન કારાવાસની સજા થાય તેવી માગ
  • વિદ્યાર્થીઓને અન્યાય ના થાય
  • જો જો કોઇ વહિવટ ના થાય
  • આરોપીઓ માટે છટકબારી ના રહે 
  • નહિંતર ગુજરાતના વિદ્યાર્થી માફ નહી કરે 
પેપર તો ફૂટ્યું પણ  સરકારી તંત્ર આગલી રાત સુધી ઉંઘતું ઝડપાયુ છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના અરમાનો પર પાણી ફરી વળ્યું છે.  સરકારી સિસ્ટમ ઘોર બેદરકારી બહાર આવી છે પણ હવે સરકારે જોવાનું રહે છે કે આ આરોપીઓ છુટી ના જાય. વિદ્યાર્થીઓને અન્યાય ના થાય અને આરોપીઓ માટે કોઇ છટકબારી ના રહે. કોઇ વહિવટ ના થાય તે જોવાની જવાબદારી પણ સરકારની છે. કૌંભાડનો મુખ્ય સુત્રધાર કોણ છે તે શોધવાની પણ પોલીસની જવાબદારી છે. જો આ કેસમાં પણ ઢીલું વલણ દાખવાશે તો ગુજરાતના વિદ્યાર્થીઓ ક્યારેય માફ નહી કરે. 
તંત્ર પેપર ફૂટે ત્યાં સુધી ઉંઘતું રહે છે
ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો નવો નથી. દર સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટતા રહે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉંચા મને પરીક્ષા આપવા જાય છે કે આ વખતે પરીક્ષામાં પેપર ફૂટશે કે કેમ અને તેમનો જીવ ઉંચો રહે છે. રાત દિવસ મહેનત કરતા વિદ્યાર્થીઓને જ્યારે છેલ્લી ઘડીએ જાણ થાય કે પેપર ફૂટી ગયું છે ત્યારે તેની મનોદશા કેવી થાય? સડેલી સરકારી સિસ્ટમના પાપે વિદ્યાર્થીઓને ભોગવવાનું આવે છે. પેપર ફૂટે અને ત્યાં સુધી સરકારી તંત્ર તેનો તાગ મેળવી ના શકે તે સવાલનો જવાબ હજું પણ મળતો નથી. પેપરની સલામતીની જવાબદારી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની છે અને આ જ તંત્ર પેપર ફૂટે ત્યાં સુધી ઉંઘતું રહે છે. અથવા તો બેદરકાર રહે છે. સરકારી તંત્રની લાપરવાહી અને બેદરકારી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પાણી ફેરવી દે છે અને તેથી જ જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને તેઓ છુટી ના જાય તે જોવાની જવાબદારી પણ હવે આ જ સરકારી સિસ્ટમની છે. 

પેપરલિક કાંડના આરોપીઓને કડક સજા થાય તેવી માગ
રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ગુજરાત એટીએસે વડોદરામાંથી 15 લોકોને ઝડપી પાડ્યા છે જેમાંથી કોચીંગ સેન્ટરનો સંચાલક ભાસ્કર ચૌધરી 2019માં પણ સીબીઆઇ દ્વારા પકડાયો હોવાની સનસનીખેજ માહિતી તપાસમાં બહાર આવી છે.  પેપરલિક કાંડના આરોપીઓને કડક સજા થાય તેવી માગ કરાઇ છે. 

પેપર ફૂટવાની ઉંડી તપાસ
પોલીસ તપાસમાં જણાયું છે કે ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી સ્ટેક વાઇસ ટેકનોલોજીઝના મુખ્ય સંચાલક છે અને બંને મુળ ઝારખંડના છે. છેલ્લા 4 વર્ષથી તેઓ કોચિંગ ક્લાસ ચલાવે છે.  માહિત મળી છે કે કોચિંગ સેન્ટર પર કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્પર્ધાત્મક ઓનલાઇન પરીક્ષા લેવામા આવતી હતી. આરોપીઓના કોલ ડિટેઇલની તપાસ ચાલી રહી છે.
 CBI દ્વારા પણ ભાસ્કર ચૌધરીની  ધરપકડ કરાઇ હતી
વડોદરામાંથી ભાસ્કર ચૌધરી, પ્રદીપ નાયક , રિદ્ધી ચૌધરીની ધરપકડ કરાઇ છે. જ્યારે  કેતન બારોટ, શેખર સહિતના શખ્સો પણ ઝડપાયા છે. વર્ષ 2019માં CBI દ્વારા ભાસ્કર ચૌધરીની  ધરપકડ કરાઇ હોવાનું પણ બહાર આવ્યું છે. પ્રદીપ નાયક ઓરિસ્સાનો રહેવાસી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.