Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુરના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરતા ખંડણીખોરો સામે કડક કાર્યવાહી કરવા માગ

જેતપુરનો સાડી ઉદ્યોગ દેશ ભરમાં પ્રખ્યાત છે અને  પ્રદુષણનો પણ પ્રશ્ન રહે છે ત્યારે તગડી કમાણી કરવાની લાલચમાં કેટલાક લોકો દ્વારા RTI કરી કારખાનાદારોને પ્રદૂષણ તેમજ અન્ય બાબતોમાં હેરાન કરી બ્લેકમેલ કરતા હોય છે. આવો કિસ્સો રવિવારે સામે આવ્યો હતો. આ મામલે સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનાના માલિકો, તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ સાથે àª
જેતપુરના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરતા ખંડણીખોરો સામે કડક કાર્યવાહી કરવા માગ
જેતપુરનો સાડી ઉદ્યોગ દેશ ભરમાં પ્રખ્યાત છે અને  પ્રદુષણનો પણ પ્રશ્ન રહે છે ત્યારે તગડી કમાણી કરવાની લાલચમાં કેટલાક લોકો દ્વારા RTI કરી કારખાનાદારોને પ્રદૂષણ તેમજ અન્ય બાબતોમાં હેરાન કરી બ્લેકમેલ કરતા હોય છે. આવો કિસ્સો રવિવારે સામે આવ્યો હતો. આ મામલે સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનાના માલિકો, તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ સાથે મળી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ પાઠવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેતપુરનો સાડી ઉદ્યોગ લગભગ એકાદ લાખ લોકોને રોજગારી પુરી પાડે છે.જેમાં નાના મોટા પ્રદુષણના પ્રશ્નો પણ ઉદભવતા હોય છે.આવા પ્રશ્નોને મોટા સ્વરૂપ આપી અને માહિતીનો દુરૂપયોગ કરી કેટલાક શખ્સો ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરતા હોવાના અસંખ્ય બનાવો બને છે જેમાં એક ઉદ્યોગપતિએ સાહસ કરી એક બ્લેકમેલર સામે ખંડણી ઉઘરાવાની પોલીસ ફરીયાદ કરેલ છે.
 તાજેતરમાં જેતપુર શહેરમાં આમ આદમી પાર્ટીના કહેવાતા પૂર્વ પ્રમુખ ભાવેશભાઇ એમ . ગીણીયાએ જય ગૌતમ ટેક્ષટાઇલ ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ વર્કસના માલિક  રમણીકભાઇ એમ બુટાણીને પ્રદુષણના મુદ્દે ખોટી રીતે ધમકાવીને જુદી જુદી કચેરીમાં ફરીયાદ અરજી કરીને અરજી પાછી ખેંચવા માટે પતાવટ પેટે મોટી રકમની ખંડણી માંગતા જેતપુર પોલીસ સ્ટેશન ખાતે 12 જૂનના રોજ ફરીયાદ અરજી દાખલ થઇ છે. ભૂતકાળમાં પણ આવા ખંડણીખોરો દ્વારા એસોસીએશનને પણ બ્લેકમેલ કર્યું છે અને હજુ પણ તેઓના બ્લેકમેલીંગના પ્રયાસો ચાલુ જ છે. આથી ઉદ્યોગકારોને બ્લેકમેલ કરતા આવા વ્યક્તિઓ વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવાની માગ જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનનાં હોદેદારો તેમજ સભ્યો તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને તમામ સભ્ય કારખાનેદારોએ કરી હતી.  
Advertisement
Tags :
Advertisement

.