Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોશિયલ મીડિયા પર ઉઠી 'લાલ સિંહ ચઢ્ઢા'નો બહિષ્કાર કરવાની માંગ, જાણો શું છે કારણ

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લોકો ઘણો પ્રેમ આપી રહ્યા છે. જ્યાં એક તરફ લોકો આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને સલામ કરી રહ્યા છે, તો બીજી તરફ બોલિવુડમાં પોતાની 'પરફેક્શન' અને તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને કારણે ચર્ચામાં રહેલા આમિર ખાન વિરોધ કરી રહ્યા છે. આમિર ખાન અને તેની સાથે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી કરીના કપૂરને પણ આ ફિલ્મ માટે સà
01:12 PM Mar 23, 2022 IST | Vipul Pandya
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લોકો ઘણો પ્રેમ આપી રહ્યા છે. જ્યાં એક તરફ લોકો આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને સલામ કરી રહ્યા છે, તો બીજી તરફ બોલિવુડમાં પોતાની 'પરફેક્શન' અને તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને કારણે ચર્ચામાં રહેલા આમિર ખાન વિરોધ કરી રહ્યા છે. આમિર ખાન અને તેની સાથે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી કરીના કપૂરને પણ આ ફિલ્મ માટે સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યાં છે.
આ સિવાય લોકોએ કરીનાને પણ લપેટમાં લીધી હતી અને એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે 'નેપોટિઝમ' પર વાત કરી રહી હતી અને કહી રહી હતી કે 'લોકો સ્ટાર કિડ્સની પાછળ દોડે છે, ફિલ્મો જોવા ન જાવ'. આ નિવેદનની પણ ચર્ચા થઈ રહી છે. જો કે કરીનાએ વર્ષો પહેલા આ વાત કહી હતી પરંતુ તેનો ઉપયોગ ફિલ્મનો વિરોધ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

પીકેા ડાયલોગની લોકોએ યાદ અપાવી છે
આમિરની 2014માં આવેલી ફિલ્મ 'પીકે' પર પણ લોકો ગુસ્સે થયા હતા. આ ફિલ્મ રિલીઝ થયાના આટલા વર્ષો પછી પણ લોકોમાં એક સીનને લઈને ગુસ્સો છે. આ અંગેની ટ્વિટ પણ વાયરલ થઈ રહી છે, જેમાં આમિર ખાન પર ભગવાનની મજાક ઉડાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આમિર ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગ માટે તુર્કી ગયો હતો. આ દરમિયાન તેઓ તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એમિન એર્દોઆનને પણ મળ્યા હતા. આ મીટિંગ બાદ આમિર વિવાદોમાં સપડાયો હતો. તેની તસવીર સામે આવતા જ લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો.


no matter how much money you give thm ,for them you alwys be kafir and their religion comes first
he wont meet israel PM who helped india but he wll meet erdogan and his wife who support pakistan

still you gonna watch this trait0r khan? 

— Suraj Yadav (@suraj999iiii)

Tags :
AmirKhanGujaratFirstKareenaKapoorKhanllsinghchdhha
Next Article