ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં એલપીજી સિલિન્ડરની કાળાબજારી અને ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા તત્વો સામે પગલા લેવા માંગ

સુરત શહેર-જિલ્લામાં ગ્રાહકોને પ્રતિ વર્ષ મળતા સબસીડીવાળા 12 સિલિન્ડર પૈકીની બાકી બચતા સબસીડીવાળા સિલિન્ડરની કાળાબજારી ચાલી રહી હોવાની લાંબા સમય થી સ્થાનિકો દ્વારા નેતાઓને અવારનવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા આખરે સ્થાનિકો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકને રજૂઆત કરાતા મહામંત્રી દ્વારા તંત્રને જાણ કરાઇ છે.પાઇપલાઇન ગેસ કનેક્શન મેળવનારàª
11:51 AM Feb 17, 2023 IST | Vipul Pandya
સુરત શહેર-જિલ્લામાં ગ્રાહકોને પ્રતિ વર્ષ મળતા સબસીડીવાળા 12 સિલિન્ડર પૈકીની બાકી બચતા સબસીડીવાળા સિલિન્ડરની કાળાબજારી ચાલી રહી હોવાની લાંબા સમય થી સ્થાનિકો દ્વારા નેતાઓને અવારનવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા આખરે સ્થાનિકો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકને રજૂઆત કરાતા મહામંત્રી દ્વારા તંત્રને જાણ કરાઇ છે.
પાઇપલાઇન ગેસ કનેક્શન મેળવનારા અનેક લોકોએ એલપીજી સિલિન્ડરનું કનેક્શન રદ કરાવ્યું નથી 
આ અંગે મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લામાં ૧૦.૫૪ લાખ જેટલા LPG સિલિન્ડર ધારકો આવેલા છે. જ્યારે અંદાજે ૧૧ લાખ ગુજરાત ગેસના કનેક્શન ધારકો છે. જ્યારે આજે પણ ગુજરાત ગેસનું કનેક્શન ધરાવનારા કેટલાક ગ્રાહક LPG સિલિન્ડરનું કનેક્શન રદ કરાવ્યું નથી.૧૨ મહિનામાં એકાદ વખત અથવા એકથી વધુ વખત ગેસ સિલિન્ડર બુક કરાવી કનેક્શન ચાલુ રાખ્યું હોવાનું પણ ધ્યાને આવ્યું છે તો કેટલાક કનેક્શન ધારકો LPG સિલિન્ડર મંગાવી પોતાના ઘરે કામ કરતી મહિલા અથવા ઘરનું પરચૂરણ કામકાજ કરતા વ્યક્તિને આપી દે છે. 
કનેક્શનધારક જે મહિને સિલિન્ડર બુક ન કરાવે તે મહિને તેના નામથી સિલિન્ડરનું બારોબાર વેચાણ કરવાના કિસ્સા 
આ સંજોગોમાં કનેક્શનધારક વર્ષે દહાડે માંડ ત્રણથી ચાર વખત સિલિન્ડર બુક કરાવી મંગાવે છે. જ્યારે કનેક્શન ધારકને મહિને ૧૨ સિલિન્ડર મળે છે. આ કિસ્સામાં કનેક્શન ધારકે જે મહિને સિલિન્ડર બુક નહીં કરાવે તે મહિને એજન્સીના જ ડિલિવરી બોય કે ટેમ્પોચાલકો કનેક્શન ધારકના નામે સિલિન્ડર બુક કરાવી બારોબાર વેચી દેતા હોવાની ફરીયાદો આવી છે. ઊંચા ભાવે સિલિન્ડર વેચી ઉપલકના રૂપિયા ગજવામાં ઘાલી દેવામાં આવે છે.કે પછી અન્ય સર્થીઓ સાથે મિલી ભગત કરી વેચાણ કરે છે. નિયમ પ્રમાણે સિલિન્ડર એજન્સીની ઓફિસમાંથી બુક થતો હોવાથી તેનો મેસેજ આવતો નથી. પરંતુ સિલિન્ડર ડિલિવરી થયા બાદ કનેક્શન ધારકને મેસેજ આવે છે. 
ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી દુકાનો ધમધમી રહી છે 
ગુજરાતનાં આર્થિક પાટનગર “ તરીકે જાણીતા સુરત શહેર અને જિલ્લામાં અનેક ઔધોગિક એકમોને “ તેમજ ચોર્યાસી,પલસાણા,કામરેજ,ઓલપાડ અને માંગરોળ તાલુકા વિસ્તારોમાં આવેલ જીઆઈડીસીઓમાં રોજગારી માટે શહેર સાથે બહારના રાજ્યોના લોકોની વસ્તી પણ ખુબ ઊંચા પ્રમાણમાં વધતી જાય છે.આ તમામ લોકોને જમવાની રસોઈ બનાવવા માટે કેરોસીન અને ગેસ સિલિન્ડરની જરૂરિયાત પડે છે, કેરોસીન બંધ કરી દેવાતા હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકોની રસોઈ બનાવવા માટે પડતી મુશ્કેલીનો ગેરલાભ ધંધાદારી ગેસ રિફિલિંગ કરતી દુકાનો સહિત ગેસ એજન્સીઓના કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે. . સુરત શહેર અને જિલ્લાનાં વિસ્તારમાં આ ઘરેલું ગેસનાં સિલિન્ડરમાંથી ૫ કિલો વાળા સિલિન્ડરમાં પ્રેસર ટેન્ક દ્વારા ગેસ રિફીંલીંગ કરતી આશરે ૨ હજાર કરતાં વધુ દુકાનો વહીવટીતંત્રની મંજૂરી વિના જ ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ ચાલી રહી હોવાની પણ સ્થાનિકોએ ફરિયાદ કરી છે.
જિલ્લા કલેક્ટરને ફરીયાદ 
 સુરત શહેર અને જિલ્લામાં આ બધી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ને કારણે છેલ્લા કેટલાક સમયથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટથવાના બનાવો પણ સતત વધી રહ્યા છે. ભૂતકાળમાં ઘરેલું ગેસનાં સિલિન્ડરમાંથી ૫ કિલો વાળા સિલિન્ડરમાં પ્રેસર ટેન્ક દ્વારા ગેસ રિફીલીગ કરતી સમયે થયેલ બ્લાસ્ટમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સમગ્ર બાબતે પોલીસ અને પુરવઠા વિભાગને સાથે રાખી સંયુક્ત ટીમ બનાવી તત્કાલ સદર બાબતે તપાસ કરી કસુરવાર સામે કડક કાર્યવાહી કરાઇ તેવી લેખિત માં સુરત જિલ્લા કલેકટરને ફરિયાદ કરી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ત્રણ શખ્સો પોલીસના નાકે લાવ્યા દમ, પોલીસ કોન્સ્ટેબલ અને પીસીઆર વાન ડ્રાઇવરને માર્યો માર, પો.સ્ટેશનમાં તોડ્યા કાચ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ActionblackmarketingdemandelementsgasrefillingGujaratFirstillegalLPGcylindersSurat
Next Article