Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગ વિશે દિલ્હીના પ્રોફેસરને પોસ્ટ કરવી ભારે પડી

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રતન લાલે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ જેવી રચના મળી આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. જેના માટે દિલ્હી પોલીસે શુક્રવારે રાત્રે તેની ધરપકડ કરી છે.  સાયબર સેલમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રતન લાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજના પ્રોફેસર રતન લાલે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિં
જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગ વિશે દિલ્હીના પ્રોફેસરને પોસ્ટ કરવી ભારે પડી
દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રતન લાલે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ જેવી રચના મળી આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. જેના માટે દિલ્હી પોલીસે શુક્રવારે રાત્રે તેની ધરપકડ કરી છે.  સાયબર સેલમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રતન લાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજના પ્રોફેસર રતન લાલે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગની વિવાદાસ્પદ તસવીર પોસ્ટ કરતી વખતે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે હિંદુ પક્ષની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના હેતુથી કરવામાં આવેલી આ પોસ્ટ વિરુદ્ધ એક વકીલે ઉત્તર જિલ્લાના સાયબર સેલમાં FIR નોંધાવી હતી. જે કેસમાં શુક્રવારે મોડી સાંજે પ્રોફેસર રતન લાલની ધરપકડ કરવામાં આવી છે. મામલો વધુ વિવાદ સર્જે એ પહેલા  પ્રોફેસરે તેમની પોસ્ટ પણ ડિલીટ કરી દીધી હતી. 
જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત રીતે મળી આવેલ શિવલિંગ જેવી રચનાને અનેક મુસ્લિમ સંગઠનોએ ફુવારો ગણાવ્યો છે.  હાલમાં જ્ઞાનવાપી કેસમાં વારાણસીના જિલ્લા ન્યાયાધીશની બદલી કરવામાં આવી છે. આ આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને તેને વધુ અનુભવી જજને મોકલવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે ડિસ્ટ્રિક્ટ જજ કેસ સંબંધિત તમામ કેસ અને અરજીઓની સુનાવણી કરશે.
Advertisement
Tags :
Advertisement

.