દિલ્હીની જહાંગીરપુરી હિંસાનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપાયો, જાણો શું છે રિપોર્ટમાં
દિલ્હીના જહાંગીરપુરીમાં સુનિયોજીત કાવતરાંના ભાગ રુપે તોફાનો કરવામાં આવ્યા હોવાનો સનસનીખેજ ખુલાસો દિલ્હી પોલીસ દ્વારા કરાયો છે. દિલ્હી પોલીસે કયાં પ્રકારના પગલાં લીધા હતા તે સહિતના મુદ્દાઓ પણ રિપોર્ટમાં દર્શાવાયા છે. દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જંયતીના દિવસે થયેલી હિંસાની પ્રારંભિક રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે. દિલ
દિલ્હીના જહાંગીરપુરીમાં સુનિયોજીત કાવતરાંના ભાગ રુપે તોફાનો કરવામાં આવ્યા હોવાનો સનસનીખેજ ખુલાસો દિલ્હી પોલીસ દ્વારા કરાયો છે. દિલ્હી પોલીસે કયાં પ્રકારના પગલાં લીધા હતા તે સહિતના મુદ્દાઓ પણ રિપોર્ટમાં દર્શાવાયા છે.
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જંયતીના દિવસે થયેલી હિંસાની પ્રારંભિક રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે રિપોર્ટમાં સમગ્ર ઘટના ક્રમની જાણકારી આપી છે. પોલીસે શું કાર્યવાહી કરી છે તેની જાણકારી પણ આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયુ હતું કે બનાવમાં જે હથિયારનો ઉપયોગ કરાયો હતો તેને પણ કબજે કરી લેવાયું છે.
સમગ્ર બનાવમાં અત્યાર સુધી 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 21 વયસ્ક અને ત્રણ સગીર છે. રિપોર્ટમાં દિલ્હી પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટના અસામાજીક તત્વો દ્વારા કરાયેલું સુનિયોજીત કાવતરું હતું જેને દિલ્હી પોલીસે યોગ્ય સમયે નિષ્ફળ બનાવ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે તમામ એંગલ પર ઘટનાની તપાસ કરાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે ધરપકડ કરાયેલા શખ્સો પૈકી એકને અગાઉ સગીર દર્શાવાયો હતો જેથી તેને બાળ રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો હતો. ઘટનામાં કુલ 8 વ્યકતીને ઇજા પહોંચી હતી.
દિલ્હી પોલીસે રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું કે મસ્જીદ પર ભગવો ફરકાવાની જે વાતો ચાલી રહી છે તે સદંતર ખોટી વાતો છે. અત્યાર સુધી બનાવના બહાર આવેલાી વીડિયો, તથા હથિયારના ઉપયોગની ઘટનાઓ અંગે ફોરેન્સીક અને બેલેસ્ટીક તપાસ કરાઇ રહી છે. ત્યાર પછી ઓળખ થયા બાદ વધુ ધરપકડ કરવામાં આવશે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદમાં અપરાધીક કાવતરું રચવાની કલમ પણ લગાડવામાં આવી છે. જેનાથી બનાવનો મુખ્ય સુત્રધાર કોણ છે તેની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે શનિવારે જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા સમયે બે જુથ વચ્ચે વિવાદ થયા બાદ ભારે પથ્થરમારો થયો હતો અને હિંસા થઇ હતી. જેમાં
ફાયરીંગ પણ થયું હતું. બનાવમાં એક પોલીસ કર્મીને પણ ઇજા પહોંચી હતી. ઘટનામાં સંડોવાયેલા 80 જણાની ઓળખ કરી લેવાઇ છે.
Advertisement