ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીની ચાટ અને મીઠાઈ, રાજસ્થાનની મહેંદી, જાણો શું હશે રિચા ચઢ્ઢાના લગ્નમાં ખાસ

જાણીતી બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને સ્ટાર અલી ફઝલના લગ્નની(Richa Chadha and Ali Fazal Wedding) તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બોલિવુડના આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં રાજસ્થાનની મહેંદીથી લઈને દિલ્હીની મીઠાઈઓ પીરસાશે.  રાજસ્થાનથી ખાસ 'મહેંદી' પણ મંગાવવામાં આવીનવી દિલ્હીમાં ગુરુવારથી શરૂ થઈ રહેલા રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની તૈયારીઓ હાલના દિવસોમાં પૂરજોશમાં ચાલી રહી છે. તેમના વેડીંગ મેનૂમાં જૂની દિલ્હીની 'ચà
03:02 PM Sep 28, 2022 IST | Vipul Pandya
જાણીતી બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને સ્ટાર અલી ફઝલના લગ્નની(Richa Chadha and Ali Fazal Wedding) તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બોલિવુડના આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં રાજસ્થાનની મહેંદીથી લઈને દિલ્હીની મીઠાઈઓ પીરસાશે.
 
રાજસ્થાનથી ખાસ 'મહેંદી' પણ મંગાવવામાં આવી
નવી દિલ્હીમાં ગુરુવારથી શરૂ થઈ રહેલા રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની તૈયારીઓ હાલના દિવસોમાં પૂરજોશમાં ચાલી રહી છે. તેમના વેડીંગ મેનૂમાં જૂની દિલ્હીની 'ચાટ', 'ટિક્કી' અને મીઠાઈઓ પણ સામેલ હશે. આ સાથે અભિનેત્રી માટે રાજસ્થાનથી ખાસ 'મહેંદી' પણ મંગાવવામાં આવી છે.  મીડિયા રીપોર્ટ મુજબ, "મીઠી એ જૂની દિલ્હીની  સ્પેશિયલ વાનગી છે. દિલ્હીના વિવિધ ભાગોમાંથી ચાટ, ટિક્કી અને ઘણાં સ્ટ્રીટ ફૂડ કાઉન્ટર છે. જે વ્યક્તિ છોલે ભટુરે બનાવાઇ રહ્યાં છે.

મુંબઈ રિસેપ્શનમાં જૂડી ડેન્ચ અને ગેરાર્ડ બટલર જેવી હોલિવૂડની હસ્તીઓ આવશે
સૂત્રએ કહ્યું કે, દુલ્હન રીચા માટે ખાસ મહેંદી રાજસ્થાનથી લાવવામાં આવી છે. તેમના મતે આ મેરજ થીમમાં લીલા, વાદળી રંગો હશે." આ સ્પેશિય ફંક્શનમાં 100 મહેમાનો આવવાની અપેક્ષા છે અને 150-200થી વધુ મહેમાનો  આ લગ્નમાં હાજરી આપશે. મુંબઈ રિસેપ્શનમાં જૂડી ડેન્ચ અને ગેરાર્ડ બટલર જેવી હોલિવૂડની હસ્તીઓ સહિત ઉદ્યોગ જગતના લોકો હાજરી આપશે. આ સિવાય બીજા ઘણા સ્ટાર્સ જોડાય તેવી શક્યતા છે. હાલ બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
આ લગ્ન રિચા ચઢ્ઢાના મિત્રના ઘરે યોજાશે
તમને જણાવી દઈએ કે અભિનેત્રી રિચા ચઢ્ઢાના મિત્રના ઘરે મહેંદી અને સંગીતની તમામ રસમો યોજાશે. આ જગ્યા તેની ખૂબ પ્રિય છે.  કારણકે અહીં રિચા ચઢ્ઢાએ પોતાના બાળપણનો ખાસ સમય પસાર કર્યો છે. આ સાથે લગ્નમાં શણગાર  ફૂલો, શણ સહિતના તત્વો સાથે ઇકોફ્રેન્ડલી હશે કારણકે  બંને કલાકારોનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
Tags :
AliFazalGujaratFirstRichaAliFazalWeddingDateRichaChadhaRichaChadhaAliFazalWeddingRichaChadhaAliWeddingRichaChadhaAliWeddingVenueRichaChadha
Next Article