Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નીરજ બવાની ગેંગના બે શૂટરની ધરપકડ, તપાસમાં થયો મોટો ખુલાસો

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમને મોટી સફળતા મળી છે. હકીકતમાં, સ્પેશિયલ સેલની ટીમે મંગળવારે ગેંગસ્ટર નીરજ બવાના ગેંગના બે શૂટરોની ધરપકડ કરી છે. આ અંગે સ્પેશિયલ સેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બે ગુનેગારોની ધરપકડ બાદ કેનેડાના ભાગેડુ અરશદીપ સિંહની સિન્ડિકેટ દ્વારા એક બિઝનેસમેન પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણીનો મામલો ઉકેલાઈ ગયો છે.ઉલ્લેખનીય છે કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી
નીરજ બવાની ગેંગના બે શૂટરની ધરપકડ  તપાસમાં થયો મોટો ખુલાસો
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમને મોટી સફળતા મળી છે. હકીકતમાં, સ્પેશિયલ સેલની ટીમે મંગળવારે ગેંગસ્ટર નીરજ બવાના ગેંગના બે શૂટરોની ધરપકડ કરી છે. આ અંગે સ્પેશિયલ સેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બે ગુનેગારોની ધરપકડ બાદ કેનેડાના ભાગેડુ અરશદીપ સિંહની સિન્ડિકેટ દ્વારા એક બિઝનેસમેન પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણીનો મામલો ઉકેલાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દિલ્હીની કુખ્યાત નીરજ બવાના ગેંગ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શિકંજો કસવાનું શરૂ કરી દીધું છે. NIAએ 'બવાના ગેંગ' અને 'બિશ્નોઈ ગેંગ' સહિત 10 ગેંગસ્ટરની ફાઈલ તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી/NCR સહિત હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં ઘણી ગેંગ NIAના રડાર પર છે.
દિલ્હીમાં નીરજ બાવાનિયા ગેંગ લોરેન્સ બિશ્નોઈ-કાલા જઠેડીની હત્યા કરવા માંગે છે. આ માટે ગેંગે વિદેશમાં બેઠેલા આતંકવાદી સાથે હાથ મેળવ્યો હોવાના ષડ્યંત્રનો દિલ્હી પોલીસનાસ્પેશિયલ સેલે પર્દાફાશ કર્યો છે.  સ્પેશિયલ સેલના DCP રાજીવ રંજને જણાવ્યું હતું કે, "કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીએ દિલ્હીમાં ગેંગસ્ટર નીરજ બાવાનિયા સાથે હાથ મેળવ્યા પછી પ્લાનિંગના ભાગરૂપે દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી હતી. આ પૈસાથી ઘાતક હથિયારો ખરીદીને મોટી ગેંગવોર ઘટનાને અંજામ આપવાનો હતો. આ કેસમાં નીરજ બાવનિયા ગેંગના બે શૂટરની ધરપકડ કરવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈ-કાલા જઠેડી ગેંગ પર હુમલો કરવા માટે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ ડાલા અને તિહારમાં રહેતા નીરજ બાવનિયાએ આ પ્લાનિંગ કર્યું હતું. આ કેસમાં સની ડાગર નામના ગેંગસ્ટરની પંજાબની પટિયાલા જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી દિલ્હીથી પકડાયો છે. સ્પેશિયલ સેલની તપાસમાં ખુલાસો થયો છે કે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડાલાએ દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર નીરજ બાવનિયાની ગેંગ સાથે મળી દિલ્હીના વેપારી પાસેથી ખંડણી માંગવામાં આવી હતી.
સ્પેશિયલ સેલના ડીસીપી રાજીવ રંજને જણાવ્યું હતું કે, દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં રહેતા વેપારીએ ફરિયાદ કરી હતી કે તેને નીરજ બાવાનિયાના નામથી સતત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી. તેને આંતરરાષ્ટ્રીય કોલ કરવામાં આવી રહ્યા હતા. જાણવા મળ્યું કે જે નંબર પરથી કોલ કરવામાં આવી રહ્યો હતો તે વર્ચ્યુઅલ નંબર હતો. સ્પશિયલ સેલની ટેક્નિકલ તપાસમાં જાણવા મળ્યું કે, સની ડાગર નામના એક ગુંડાએ આ ધમકી ભર્યો કોલ કર્યો હતો. જે નીરજ બવાનીયા ગેંગ સાથે જોડાયેલ છે. આગળની તપાસમાં જાણવા મળ્યું કે ડાગપ પંજાબની પટિયાલા જેલમાં બંધ છે.
Advertisement

Tags :
Advertisement

.