Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાયકો દીકરાની કરતૂતઃ માના દુર્ગંધ મારતા મૃતદેહને મોક્ષ આપવા ગીતા પાઠ કર્યો અને ગંગાજળ છાંટ્યું... અને પછી....

રાજધાની દિલ્હીના (Delhi) રોહિણી વિસ્તારમાં એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષીય એક સાયકો યવકે તેની માતાની હત્યા (Murder) કરી દીધા બાદ 4 દિવસો સુધી માતાના મૃતદેહ સાથે રહી ગીતા વાંચી, ગંગાજળ છાંટ્યું અને 77 પાનાની સુસાઈડ નોટ લખ્યા બાદ રવિવારે પોતે પણ આપઘાત કરી લીધો હતો. યુવકે ડિપ્રેશન, આર્થિક તંગી, ગરીબી અને એકલતાનો સામનો કરી રહેલા પુત્રએ 77 પાનામાં પોતાની દાસ્તાન લખી હતી.ઘટનાદિલ્હીના (Delhi)
01:35 PM Sep 06, 2022 IST | Vipul Pandya
રાજધાની દિલ્હીના (Delhi) રોહિણી વિસ્તારમાં એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષીય એક સાયકો યવકે તેની માતાની હત્યા (Murder) કરી દીધા બાદ 4 દિવસો સુધી માતાના મૃતદેહ સાથે રહી ગીતા વાંચી, ગંગાજળ છાંટ્યું અને 77 પાનાની સુસાઈડ નોટ લખ્યા બાદ રવિવારે પોતે પણ આપઘાત કરી લીધો હતો. યુવકે ડિપ્રેશન, આર્થિક તંગી, ગરીબી અને એકલતાનો સામનો કરી રહેલા પુત્રએ 77 પાનામાં પોતાની દાસ્તાન લખી હતી.
ઘટના
દિલ્હીના (Delhi) રોહિણી વિસ્તારમાં 25 વર્ષીય એક યુવકે તેની માતાની હત્યા કર્યાંના થોડાં દિવસો બાદ રવિવારે પોતે પણ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. દિલ્હીના બુદ્ધવિહાર વિસ્તાર રોહિણી સેક્ટર 24 સ્થિત એક  ફ્લેટમાં બનેલી  આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘરનો દરવાજો તોડી ઘરમાં તપાસ કરતા માતા-પુત્રના મૃતદેહ મળ્યા હતા. પોલીસને સ્થળ પરથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં યુવકે તેની માતાની હત્યા કર્યાં બાદથી પોતાના આપઘાત સુધીનો ઘટનાક્રમ લખ્યો હતો જે વાંચને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
પોલીસે જણાવ્યું કે, મૃતકની ઓળખ પુત્ર ક્ષિતિજ અને તેની માતા મિથિલેશ તરીકે થઈ છે. ક્ષિતિજે તેની માતા મિશિલેશની બે-ત્રણ દિવસ પહેલાં  હત્યા કરી અને રવિવારે પોતે પણ આપઘાત કરી લીધો હતો. અતિ દુર્ગંધના કારણે આડોશ-પાડોશના લોકોએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા સમ સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસ બંન્નેના મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં છે.
સુસાઈડનોટમાં લખી દાસ્તાન
માતાની હત્યા બાદ ક્ષિતિજ માતાના મૃતદેહ સાથે 4 દિવસ રહ્યો જે દરમિયાન તેણે પોતાની જીંદગીની તમામ મુશ્કેલીઓ અને માતાના મૃતદેહ સાથે વિતાવેલા 4 દિવસોની દરેક ક્ષણ લખી. તે મૃત્યુ પહેલાં તેની માતાને તેના દુ:ખથી મુક્ત કરવા માંગતો હતો. સુસાઈડ નોટની કેટલીક હૃદયદ્રાવક બાબતો જણાવીએ છીએ.
બાઈકના વાયરથી ગળું દબાવ્યું
સુસાઈડ નોટમાં ક્ષિતિજે જણાવ્યું કે, તે બે વર્ષથી મરી જવાનું વિચારતો હતો અને પોતાના મોત પહેલાં તેની માતાને તેના દુ:ખથી આઝાદ કરવા માંગતો હતો. દર રવિવારે તેની માતા સત્સંગ જતી આજે પણ મા ત્યાથી આવી હતી થોડી વાતચીત ચર્ચા થઈ હતી. હવે તે મરી જવા માંગતો હતો.
આજે ગુરૂવાર છે. બાઈકના વાયરનો ઉપયોગ તેણે માતાનું ગળું દબાવવા માટે કર્યો છે. જેથી માને મોતથી પીડાં ના થાય. જેવો તેણે વાયર કસ્યો. માં 4 થી 5 સેકન્ડમાં જ મૃત્યું પામી. મૃતદેહ ઢળી પડતા  જ માતાના માથાને ખોળામાં રાખી આઠ-દસ મિનિટ સુધી ગળું દબાવ્યું અને તે મોં દબાવીને ખુબ રડ્યો તે દિવસે અને આખી રાત ખુબ રડ્યો મૃત્યુ બાદ પણ માતાની આંખ ખુલ્લી હતી. બંધ કરવાની કોશિશ કરી પણ ના થઈ શકી.
ગંગાજળથી માતાનું મોં ધોયું, ગીતા વાંચી
તેણે લખ્યું કે, આજે શુક્રવાર છે. મમ્મીની લાશને જોઈ શકાતી નથી તેણે માતાના ચહેરાને ગંગાજળથી ધોયો તેની પાસે બેસી 18મો આધ્યાય વાંચ્યો. તે પુરી ભગવત ગીતા વાંચી શક્યો નહી. તેણે ભગવત ગીતાને માતાના મૃતદેહ પર મુકી. હવે તેને આપઘાત કરવાનો હતો પહેલા તેણે પિસ્તોલ ખરીદવાનો પ્રયાસ કર્યો. પછી ઈલેક્ટ્રિક કટરનો વિચાર આવ્યો પરંતુ દુકાનદારે તેને આપ્યું નહી અને અજીબ સવાલો કરવા લાગ્યો. રાતે ઘરે આવીને માતાના મૃતદેહ પાસે બેસી ખુબ રડ્યો.
સુસાઈડ નોટ લખતો રહ્યો
ક્ષિતિજે લખ્યું કે, માતાની મોતને આજે 71 કલાક પૂર્ણ થઈ ચુક્યા છે. દુર્ગંધ આવવા લાગી છે. માતાના મૃતદેહને ઢસડીને બાથરૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી દીધો જેથી દુર્ગંધના ફેલાય. તે સુસાઈડ નોટ પુરી કરવા માંગતો હતો. ઘરમાં દુર્ગંધ ફેલાઈ ચુકી હતી. આજે શનિવાર છે ત્રણ દિવસથી તે ભુખ્યો છે. કંઈ જમ્યો નથી. તેને યાદ આવ્યું કે રસોડામાં ગરમ પાણી પીવા રાખ્યું છે. તેની તબિયત ખરાબ થવા લાગી હતી. ઘરમાં ફેલાયેલી દુર્ગંધને દુર કરવા માટે તેણે અગરબત્તી કરી. જાયફળ સળગાવ્યું, ઘરમાં ડિયો છાંડ્યું અને માસ્ક લગાવીનને સુસાઈડ નોટ પુરી કરવા લાગ્યો.
મરવાની તૈયારી
રવિવારે મોડે સુધી સુસાઈડ નોટ લખી. રવિવાર હોવાથી તેની માતાની બહેનપણી સત્સંગ જવા માટે માતાને ફોન કર્યો બાદમાં ક્ષિતિજને ફોન કર્યો. તેણે ફોન ઉપાડ્યો સામે છેડેથી મિથિલેશ વિશે પુછ્યું એટલે મેં કહ્યું કે, મા તો મરી ગઈ છે. તેને 4 દિવસ પહેલાં જ મારી નાખી. હવે હું મરવાની તૈયારી કરું છું.
ડિપ્રેશનનો શિકાર
સુસાઈડ નોટમાં તેણે પરિવાર વિશે, પોતાના પાલન વિશે લખ્યું, શાળામાં બધા તેની મજાક ઉડાવતા, જેની તેણે શિક્ષકોને ફરિયાદ કરી પરંતુ કોઈએ કંઈ નહી સાંભળ્યું અને સમય જતાં તેની અંદર એક ભય અને શરમ ફેલાય, પિતાના મૃત્યું બાદ માતા અને તે એકલાં પડી ગયા, જ્યારે સૌથી વધારે પિતાની જરૂર હતી ત્યારે જ તેઓ છોડીને ચાલ્યા ગયા. માતાએ સંઘર્ષ કરી તેની પરવરિશ કરી ઉચ્ચ અભ્યાસ કરાવ્યો પરંતુ નસીબે સાથ નહી આપતા બે વાર નિષ્ફળ રહ્યો અને ડિપ્રેશન જતો રહ્યો. પાંચ રાત સુધી જાગતો રહ્યો તેની અંદર બીમારીઓ ઘર કરી રહી હતી.
Tags :
DelhiCrimeDelhiPoliceGujaratFirstMotherSonMurderSuicidenote
Next Article