ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાશ્મીરી પંડિતો મામલામાં રાષ્ટ્રપતિને મોકલી અરજી, SIT તપાસની કરાઈ માગ

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદ કાશ્મીરી પંડિતોના નરસંહારનો મામલો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ માત્ર 7 દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે અને હવે 1990માં કાશ્મીરી પંડિતો સાથેની ઘટનાની પુનઃ તપાસની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે.1990માં કાશ્મીરી પંડિત નરસંહારના મામલાની પુનઃ તપાસ માટે રાàª
10:09 AM Mar 19, 2022 IST | Vipul Pandya

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ
થયા બાદ કાશ્મીરી પંડિતોના નરસંહારનો મામલો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ફિલ્મ
'ધ કાશ્મીર ફાઇલ્સ' 11
માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મ
'ધ કાશ્મીર ફાઇલ્સ'
માત્ર
7 દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે અને હવે 1990માં
કાશ્મીરી પંડિતો સાથેની ઘટનાની પુનઃ તપાસની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે.
1990માં
કાશ્મીરી પંડિત નરસંહારના મામલાની પુનઃ તપાસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અરજી
મોકલવામાં આવી છે. આ અરજીમાં કાશ્મીરી પંડિતોના મામલાની તપાસ માટે
SITની
રચના કરવાની માંગ કરવામાં આવી છે. દિલ્હીના વકીલ વિનીત જિંદાલે આ અરજી દાખલ કરી
છે. 
તમને જણાવી દઈએ કે ફિલ્મ '
કાશ્મીર ફાઇલ્સ
'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને શુક્રવારે 'Y' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. 'Y' શ્રેણીની સુરક્ષા હેઠળ સેન્ટ્રલ
રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના સાતથી આઠ કમાન્ડો ચોવીસ કલાક વિવેક
અગ્નિહોત્રીની સુરક્ષા કરશે.


ઉલ્લેખનિય છે કે ભારતીય જનતા પાર્ટી
શાસિત રાજ્ય સરકારોએ આ ફિલ્મને કર મુક્તિ આપીને અથવા તેને જોવા માટે સરકારી
કર્મચારીઓને વિશેષ રજા આપીને સક્રિયપણે અનુસરી છે. જો કે વિપક્ષે આ ફિલ્મને એકતરફી
અને અત્યંત હિંસક ગણાવી છે.
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં
જ ફિલ્મ
'ધ કાશ્મીર ફાઇલ્સ'ના
વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આવી ફિલ્મો બનતી રહેવી જોઈએ. બીજેપી સંસદીય
દળની બેઠકને સંબોધતા પીએમ મોદીએ ફિલ્મ વિશે લાંબી વાત કરી અને આરોપ લગાવ્યો કે
અત્યાર સુધી વિભાજન અને ઈમરજન્સીના દર્દને સામે લાવતી ફિલ્મ બનાવવાનો કોઈ પ્રયાસ
કરવામાં આવ્યો નથી કારણ કે સત્યને દબાવવાનો જ
સતત
પ્રયત્ન કર્યો.

Tags :
DelhilawyerGujaratFirstKashmiriPanditscaseRamnathKovindTheKashmirFilesVineetJindalSITprobe
Next Article