Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વૈવાહિક દુષ્કર્મના મુદ્દે દિલ્હી હાઇકોર્ટનો ખંડિત ચૂકાદો, હવે મામલો સુપ્રીમમાં

દિલ્હી હાઇકોર્ટે વૈવાહિક દુષ્કર્મને ગુનો ગણવાની માગ કરવાવાળી અરજીઓ પર ખંડિત ફેંસલો સંભળાવ્યો છે. એટલે કે બે જજના મેરિટલ રેપ પર અલગ અલગ મત આવ્યા હતા. જસ્ટિસ રાજીવ શકધરએ વૈવાહિક દુષ્કર્મને ગુનો ગણાવ્યો હતો. જો કે જસ્ટિસ સી.હરિશંકર તેમનાથી સહમત થયા ન હતા. બંને જજે કહ્યું કે હવે મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલવો જોઇએ. ઉલ્લેખનિય છે કે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં માગ કરાઇ હત
વૈવાહિક દુષ્કર્મના મુદ્દે દિલ્હી હાઇકોર્ટનો ખંડિત ચૂકાદો  હવે મામલો સુપ્રીમમાં
દિલ્હી હાઇકોર્ટે વૈવાહિક દુષ્કર્મને ગુનો ગણવાની માગ કરવાવાળી અરજીઓ પર ખંડિત ફેંસલો સંભળાવ્યો છે. એટલે કે બે જજના મેરિટલ રેપ પર અલગ અલગ મત આવ્યા હતા. જસ્ટિસ રાજીવ શકધરએ વૈવાહિક દુષ્કર્મને ગુનો ગણાવ્યો હતો. જો કે જસ્ટિસ સી.હરિશંકર તેમનાથી સહમત થયા ન હતા. બંને જજે કહ્યું કે હવે મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલવો જોઇએ. 
ઉલ્લેખનિય છે કે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં માગ કરાઇ હતી કે લગ્નજીવનમાં જો કોઇ મહિલાની સાથે તેનો પતિ જબરદસ્તી અથવા તેની મરજીની વિરુદ્ધ સંબંધ બનાવે છે તો તેને મેરિટલ રેપ ગણવો જોઇએ. અરજીકર્તાએ આ મામલામાં અલગ અલગ દેશોના ઉદાહરણ આપ્યા હતા. સાથે જ મહિલાની અસ્મિતા અને તેના સન્માનનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે જો લગ્ન કર્યા વગર મહિલા સાથે સંબંધ બાંધવા બદલ ગુનો ગણાતો હોય તો લગ્ન કરનારી મહિલાને તે અધિકાર કેમ મળતો નથી.
મામલાની સુનાવણીમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં મેરિટલ રેપને અપરાધની શ્રેણીમાં લાવતા પહેલા તેના સામાજીક પ્રભાવ, પારિવારીક સંબંધ પર પડનારી અસરો સહિત વાસ્તવીક્તાને ધ્યાનમાં રાખીને કોઇ પણ પ્રકારનો ફેંસલો આપવાની વાત કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.