Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીકા માટે પણ લક્ષ્મણ રેખા જરુરી, વડાપ્રધાન માટે ‘જુમલા’ શબ્દ વાપરવો કેટલો યોગ્ય?: દિલ્હી હાઇકોર્ટ

હાઈકોર્ટે બુધવારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરાયેલ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદના ભાષણ પર દિલ્હી હાઈકોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે. ઉમર ખાલિદને પૂછ્યું કે શું દેશના વડા પ્રધાન વિશે 'જુમલા' શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય છે? દિલ્હી હિંસા પહેલા ફેબ્રુઆરી 2020માં મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલા ભાષણનો વિડીયો જોયા બાદ કોર્ટે ખાલિદને આ પ્રશ્ન પૂછ્ય
ટીકા માટે પણ લક્ષ્મણ રેખા જરુરી  વડાપ્રધાન માટે  lsquo જુમલા rsquo  શબ્દ વાપરવો કેટલો યોગ્ય   દિલ્હી હાઇકોર્ટ
હાઈકોર્ટે બુધવારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરાયેલ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદના ભાષણ પર દિલ્હી હાઈકોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે. ઉમર ખાલિદને પૂછ્યું કે શું દેશના વડા પ્રધાન વિશે 'જુમલા' શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય છે? દિલ્હી હિંસા પહેલા ફેબ્રુઆરી 2020માં મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલા ભાષણનો વિડીયો જોયા બાદ કોર્ટે ખાલિદને આ પ્રશ્ન પૂછ્યો હતો. કોર્ટે કહ્યું કે જ્યારે સરકારની ટીકા કરવાની વાત આવે છે તો તેના માટે પણ લક્ષ્મણ રેખા હોવી જોઈએ. ફેબ્રુઆરી 2020માં અમરાવતીમાં ઉમર ખાલિદે આપેલા ભાષણને સાંભળતી વખતે હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી.
વડાપ્રધાન માટે 'જુમલા' શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય છે?
ઉમર ખાલિદે નીચલી અદાલત દ્વારા જામીન અરજી ફગાવી દેવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. સુનાવણી દરમિયાન જ્યારે ઉમર ખાલિદનું ભાષણ સાંભળવાામાં આવ્યું ત્યારે જસ્ટિસ રજનીશ ભટનાગરે ઉમરના વકીલ ત્રિદીપ પાયસને 'જુમલા' શબ્દના ઉપયોગ અંગે પ્રશ્ન કર્યો. કોર્ટે પૂછ્યું કે શું વડાપ્રધાન માટે આવા શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય છે? જેના પર ઉમરના વકીલે જવાબ આપ્યો કે સરકારની ટીકા કરવી ગુનો ન હોઈ શકે.
'સબ ચંગા સી' પર પણ કોર્ટે સવાલ ઉઠાવ્યા
ત્યારબાદ કોર્ટે ભાષણમાં ‘ચંગા’ શબ્દના ઉપયોગ પરપણ  સવાલ ઉઠાવ્યા. જસ્ટિસ ભટનાગરે પૂછ્યું કે ભાષણમાં વડાપ્રધાન વિશે શું કહ્યું? કોઈ ચંગા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, તે શું છે? જેનાપર ઉમરના વકીલ ત્રિદીપ પાયસે જવાબ આપ્યો કે આ એક વ્યંગ હતો. કદાચ વડાપ્રધાને તેમના ભાષણમાં 'સબ ચંગા સી' શબ્દનો ઉપયોગ કર્યો હતો.
'સરકારની ટીકા કરવી એ ગુનો નથી'
ઉમરના વકીલે જવાબ આપ્યો કે સરકારની ટીકા કરવી ગુનો ન હોઈ શકે. સરકારની ટીકાને કારણે 583 દિવસ સુધી કોઈને જેલમાં ના રાખી શકાય. આપણે એટલા અસહિષ્ણુ ન હોઈ શકીએ. જો આમ થશે તો કોઈ કંઈ બોલી નહીં શકે. જેના પર જસ્ટિસ ભટનાગરે કહ્યું કે ટીકાની લક્ષ્મણરેખા પણ હોવી જોઈએ.
અદાલતે પૂછ્યું- ઊંટ કોણ છે?
ઉમર ખાલિદના ભાષણ દરમિયાન જ અદાલતે પૂછ્યું કે ઉમરે ભાષણમાં કહ્યું છે- ઊંટ પર્વતની નીચે આવી ગયો છે. તમે અહીં ઊંટનો અર્થ શું કરો છો? ઊંટ કોણ છે? જેના પર ઉમરના વકીલ ત્રિદીપ પાયસે કહ્યું કે ઉંટનો સંદર્ભ વાસ્તવમાં સરકાર તરફ હતો, જે સીએએનો વિરોધ કરી રહેલા લોકો સાથે વાત પણ કરવા માંગતી નથી. તે સંદર્ભમાં આ શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉમરના વકીલની દલીલ - હિંસાને ભડકાવી નથી
ઉમરના વકીલે ભારપૂર્વક કહ્યું હતું કે તેમનું ભાષણ ચોક્કસપણે નાગરિકતા સુધારા કાયદા, સરકાર અને તેની નીતિઓ વિરુદ્ધ હતું. પરંતુ હિંસા માટે ઉશ્કેરણી જેવી કોઈ વસ્તુ નથી. બેન્ચે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની દલીલથી તેમને કોઈ વાંધો નથી પરંતુ સવાલ એ છે કે શું ભાષણે લોકોને તોફાનો કરવા માટે ઉશ્કેર્યા? જસ્ટિસ સિદ્ધાર્થ મદુલે ઉમરના વકીલને કહ્યું કે ઉમર ખાલિદે પોતે કહ્યું તેમ, તેમને ક્રાંતિકારી ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
શું આ કારણે રમખાણો થયા?
બેન્ચે કહ્યું કે અમને તમારી દલીલ સામે કોઈ વાંધો નથી કે તમને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે. પણ સવાલ એ છે કે શું આ ભાષણ, પછીની ઘટનાઓ દિલ્હીમાં રમખાણોનું કારણ બની ગઈ? શું તેણે લોકોને દિલ્હીની સડકો પર આવવા માટે પ્રોત્સાહિત નથી કર્યા? આ અંગે ઉમર ખાલિદના વકીલ ત્રિદીપ પાયસે કહ્યું કે ભાષણ દ્વારા હિંસા ભડકાવવા જેવી કોઈ વાત નથી. કોઈ સાક્ષીએ આ કહ્યું નથી. 
Advertisement
Tags :
Advertisement

.