Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ, પંજાબ પોલીસ સામે દિલ્હીમાં ફરિયાદ

દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દર બગ્ગાની ધરપકડ બાદ મામલો ગરમાયો છે. પંજાબ પોલીસ તજિન્દર બગ્ગાને લઇને દિલ્હીથી મોહાલી લઇ જઇ રહી હતી ત્યારે હરિયાણા પોલીસે પંજાબ પોલીસને કુરુક્ષેત્રમાં રોકી લીધી છે. પંજાબ પોલીસ સામે દિલ્હીમાં અપહરણની એફઆઇઆર નોંધવામાં આવી છે. મોહાલી પોલીસે તજિન્દર બગ્ગાની સામે સાયબર સેલમાં ગુનો નોંધ્યો હતો અને આજે તેમની આ મામલામાં ધરપકડ કરી હતી. હવે આ મુદ્દા પàª
દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ  પંજાબ પોલીસ સામે દિલ્હીમાં ફરિયાદ
Advertisement
દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દર બગ્ગાની ધરપકડ બાદ મામલો ગરમાયો છે. પંજાબ પોલીસ તજિન્દર બગ્ગાને લઇને દિલ્હીથી મોહાલી લઇ જઇ રહી હતી ત્યારે હરિયાણા પોલીસે પંજાબ પોલીસને કુરુક્ષેત્રમાં રોકી લીધી છે. પંજાબ પોલીસ સામે દિલ્હીમાં અપહરણની એફઆઇઆર નોંધવામાં આવી છે. 
મોહાલી પોલીસે તજિન્દર બગ્ગાની સામે સાયબર સેલમાં ગુનો નોંધ્યો હતો અને આજે તેમની આ મામલામાં ધરપકડ કરી હતી. હવે આ મુદ્દા પર રાજકારણ ગરમાયુ હતું અને ભાજપના નેતાઓએ પંજાબની માન સરકારને ઘેરી હતી. 
તજિન્દર બગ્ગાને મોહાલી જીલ્લા અદાલતમાં આજે બપોરે રજૂ કરવાના હતા. પણ હંગામાના કારણે તેમને રજૂ કરાશે કે કેમ તે વિશે પ્રશ્ન ઉભો થયો છે. દિલ્હી પોલીસને પંજાબ પોલીસે જણાવ્યું કે તજિન્દરપાલ સિંહ બગ્ગાની સામે ધર્મ, જાતિ, સ્થાનના આધારે જુથ વચ્ચે દુશ્મનીને વધારવી, નિવેદન, અફવા અથવા રિપોર્ટ પ્રકાશીત કરવા અને ધમકી જેવી કલમો હેઠળ ગુનો નોંધાયો છે. 
હવે દિલ્હી પોલીસે જનકપુરી પોલીસ સ્ટેશનમાં પંજાબ પોલીસ પર અપહરણની એફઆઇઆર નોંધી છે. આ ફરિયાદ તે પોલીસ કર્મીઓની સામે નોંધાયેલી છે જે બગ્ગાને લઇ ગયા હતા. હાલ બગ્ગાને કુરુક્ષેત્ર જીલ્લાની ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં તેમની પૂછપરછ કરાઇ રહી છે. 
બીજી તરફ બગ્ગાની ધરપકડનો વિરોધ શરુ થઇ ગયો છે. ભાજપના કાર્યકરોએ જનકપુરી પોલીસ સ્ટેશનની સામે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબ પોલીસ સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાએ પણ જનકપુરી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. 
તજિન્દર બગ્ગાની સામે આરોપ છે કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સામે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને સમાજને ધર્મ અને જાતિના આધારે વિભાજન કરવાની કોશિશ કરી. તજિન્દર બગ્ગાના પિતાએ પણ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે પહેલાં તો 2 જ પોલીસ કર્મી આવ્યા હતા અને ત્યાર બાદ 10થી 15 પોલીસ કર્મી આવીને તેમને પંચ માર્યો હતો અને મારા પુત્રને લઇ ગયા હતા. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ આવી ન હતી. 
Tags :
Advertisement

.

×