Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi AQI : રાજધાની દિલ્હીની હવા બની અતિ ઝેરી

દેશની રાજધાની દિલ્હીમાં હવા સતત ખરાબ થઈ રહી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 422 પર પહોંચી ગયો છે. લોકોને ઝેરી હવા શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. સ્થિતિ એવી છે કે હવે ડોકટરો પણ પ્રદુષણથી બચવા સલાહ...

દેશની રાજધાની દિલ્હીમાં હવા સતત ખરાબ થઈ રહી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 422 પર પહોંચી ગયો છે. લોકોને ઝેરી હવા શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. સ્થિતિ એવી છે કે હવે ડોકટરો પણ પ્રદુષણથી બચવા સલાહ આપવા લાગ્યા છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને વધુ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીનો AQI સતત પૂઅર શ્રેણીમાં નોંધાઈ રહ્યો હતો, પરંતુ હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. સર્વત્ર ધુમાડો છે. ગુરુવારે રાજધાનીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ના સ્તરને પાર કરીને ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો હતો. આ સંખ્યા એક કલાક પછી ગંભીર શ્રેણીમાં આવી હતી, ત્યારબાદ 10 વાગ્યા સુધીમાં આ સંખ્યા વધીને 456  થઈ ગઈ  છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.