Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે રક્ષા મંત્રાલયની જાહેરાત, સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં અગ્નિવીરોને મળશે 10 ટકા અનામત

દેશમાં અગ્નિપથ યોજનાને લઈને ભારે હોબાળો ચાલી રહ્યો છે, ભારે વિરોધ વચ્ચે સરકારે આ યોજનામાં જોડાવા માગતા યુવાનોને લઈને મોટો નિર્ણય લીધો છે. જે પ્રમાણે સંરક્ષણ મંત્રાલયની 10 ટકા નોકરીઓમાં અગ્નિવીરોને અનામત આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે તે અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષની તાલીમ પૂર્ણ કરનાર અગ્નિવીરોને વિવિધ વિભાગોમાં 10 ટકા અનામત આપશે. રક્ષા મંત્રાલય દ્વારા જાહેàª
હવે રક્ષા મંત્રાલયની જાહેરાત  સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં અગ્નિવીરોને મળશે 10 ટકા અનામત
દેશમાં અગ્નિપથ યોજનાને લઈને ભારે હોબાળો ચાલી રહ્યો છે, ભારે વિરોધ વચ્ચે સરકારે આ યોજનામાં જોડાવા માગતા યુવાનોને લઈને મોટો નિર્ણય લીધો છે. જે પ્રમાણે સંરક્ષણ મંત્રાલયની 10 ટકા નોકરીઓમાં અગ્નિવીરોને અનામત આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે તે અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષની તાલીમ પૂર્ણ કરનાર અગ્નિવીરોને વિવિધ વિભાગોમાં 10 ટકા અનામત આપશે. 
રક્ષા મંત્રાલય દ્વારા જાહેરાત
રક્ષા મંત્રીના કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કોસ્ટ ગાર્ડથી લઈને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ સુધી અગ્નિવીરોને આ અનામત આપવામાં આવશે. આ ઉપરાંત ડિફેન્સ સેક્ટર સાથે સંબંધિત જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં પણ યુવાનોની ભરતી કરવામાં આવશે. આ અનામત ભૂતપૂર્વ સૈનિકોને અપાતા અનામત કરતાં અલગ હશે.
Advertisement

10 ટકા અનામત ભૂતપૂર્વ સૈનિકોને અપાતી અનામતથી અલગ
આ યોજનાને લઈને સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલીક ટ્વિટ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલય સાથે જોડાયેલી 16 જગ્યાએ અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. એક ટ્વિટમાં લખ્યું છે કે, 'ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સ અને તમામ 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સમાં 10% અનામત લાગુ કરવામાં આવશે. આ અનામત ભૂતપૂર્વ સૈનિકો માટેની હાલની અનામત ઉપરાંત હશે.
ભરતીના નિયમોમાં ટૂંક સમયમાં ફેરફાર
અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, 'રક્ષામંત્રી રાજનાથ સિંહે જરૂરી પાત્રતા અને માપદંડોને યોગ્ય અગ્નિવીરો માટે રક્ષા મંત્રાલયની નોકરીઓમાં 10% અનામત આપવાની મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભરતીના નિયમોમાં ટૂંક સમયમાં ફેરફાર કરવામાં આવશે. તેવી જ રીતે જાહેર ક્ષેત્રની કંપનીઓને પણ ફેરફાર કરવા સૂચના આપવામાં આવશે. અગ્નિવીરોની ભરતી માટે ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે.
ગૃહ મંત્રાલયે પણ જાહેરાત કરી હતી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને આસામ રાઈફલ્સમાં 10 ટકા જગ્યાઓ 'અગ્નિવીર' માટે અનામત રાખવાની જાહેરાત કરી હતી. ગૃહમંત્રી કાર્યાલયે આ માહિતી આપી. ગૃહ પ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું, "ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે 'અગ્નિવીર' માટે 10 ટકા ખાલી જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે."
યુવાનોનો હિંસક વિરોધ
સરકાર તરફથી આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશભરના યુવાનો અગ્નિપથ યોજનાને લઈને રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. બિહારના જહાનાબાદમાં આજે ફરી પ્રદર્શનકારીઓના જૂથ દ્વારા બસો અને ટ્રકોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં આ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે ઈન્ટરનેટ પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Tags :
Advertisement

.