Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આગામી ચાર વર્ષમાં ભારતમાં સંરક્ષણ ઉપકરણોનું માર્કેટ આશરે ૪ લાખ કરોડનું થશે: રિટાયર્ડ મેજર

રાજકોટમાં (Rajkot)આજે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સંરક્ષણ સંબંધિત ઉપકરણોના ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર (country self-sufficient)બનાવવાનો લક્ષ્યાંક કેન્દ્ર સરકારે (Central Govt)નક્કી કર્યો છે, ત્યારે ગુજરાત( Gujarat)રાજ્યના ઉદ્યોગકારો તેની આગેવાની લઈ શકે તેવી ક્ષમતા અહીંની છે, તેમ રિટાયર્ડ મેજર જનરલશ્રી અશોકકુમારે રાજકોટમાં જણાવ્યું હતું. ઉપક્રમે આયોજિત સેમિનાર યોજાયો લઘુઉદ્યોગ ભરતીના ઉપક્રમે આયોજિત સેમિનાà
10:14 AM Dec 15, 2022 IST | Vipul Pandya
રાજકોટમાં (Rajkot)આજે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સંરક્ષણ સંબંધિત ઉપકરણોના ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર (country self-sufficient)બનાવવાનો લક્ષ્યાંક કેન્દ્ર સરકારે (Central Govt)નક્કી કર્યો છે, ત્યારે ગુજરાત( Gujarat)રાજ્યના ઉદ્યોગકારો તેની આગેવાની લઈ શકે તેવી ક્ષમતા અહીંની છે, તેમ રિટાયર્ડ મેજર જનરલશ્રી અશોકકુમારે રાજકોટમાં જણાવ્યું હતું. 

ઉપક્રમે આયોજિત સેમિનાર યોજાયો 
લઘુઉદ્યોગ ભરતીના ઉપક્રમે આયોજિત સેમિનારમાં રાજકોટના ઉદ્યોગકારોને તેઓ સંબોધિત કરી રહ્યા હતા. શ્રી અશોકકુમાર કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ડિફેન્સ સંબંધિત અનેક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ આયાત બંધ થવાથી આ સંસાધનોના ઉત્પાદનનું આશરે 2,32,000  કરોડ રૂપિયાનું માર્કેટ દેશમાં ખૂલ્યું છે. આગામી વર્ષમાં આ માર્કેટ 4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. ડિફેન્સ સંબંધિત ઉપકરણોના ઉત્પાદનમાં રહેલી વિશાળ તકોની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં સફળતાની 90  ટકા સંભાવના છે અને દર વર્ષે તે વધતી જ રહેશે. તેમણે કહ્યું હતું કે  
વિશ્વમાં અમેરિકા હથિયારોનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર છે.  પણ તેની વિશ્વસનીયતા ઘટી રહી છે. બીજા ક્રમે રહેલું રશિયા પોતે યુધ્ધમાં ફસાયેલું છે. એટલે આજે રશિયાને સંરક્ષણ ઉપકરણોની જરૂર પડી રહી છે. ચીનની વિસ્તારવાદી નીતિથી વિશ્વના દેશો ત્રસ્ત છે, આથી સંરક્ષણ ઉપકરણો માટે દુનિયાના દેશો ભારત તરફ મીટ માંડીને બેઠા છે. આમ દુનિયાનું એક મોટું માર્કેટ પણ ઉદ્યોગકારો માટે ખૂલ્યું છે. 
કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૫ સુધીમાં ૩૫ હજાર કરોડ રૂપિયાની નિકાસનો લક્ષ્યાંક
કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૫ સુધીમાં ૩૫ હજાર કરોડ રૂપિયાની નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ટારગેટ કોણ પૂરો કરશે? તમે જ કરશો. તેમણે ઉદાહરણો સાથે કહ્યું હતું કે, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં વિકાસની પુષ્કળ તકો છે. આજે આપણા દેશનું સંરક્ષણ બજેટ આશરે પાંચ લાખ કરોડ રૂપિયા છે. જેમાંથી આશરે ૨,૩૨૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ સંરક્ષણ ઉપકરણોની ખરીદી પાછળ ખર્ચાવાનું છે અને તેમાંથી પણ ૧,૩૨૦૦૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ તો સ્થાનિક ખાનગી ઉદ્યોગકારો માટે છે. જેમ કે, દેશમાં આજે ૩૫૪ લાઈટવેટ ટેન્ક  બનાવવાનો લક્ષ્યાંક છે, જેમાંથી ૫૯ ટેન્ક ડી.આર. ડી.ઓ. બનાવશે. બાકીની ટેન્કો અને તેના પાર્ટ્સ બનાવવા માટે તમારા માટે સોનેરી તક છે. તેમણે કહ્યું હતું કે, ડિફેન્સ સંસાધનો અંગેના ૩૧ જેટલા પ્રોજેક્ટ સ્થાનિક માર્કેટમાં જ અપાયા છે, જેની કિંમત ૫૩,૮૩૯ કરોડ છે. 
આ ઉપરાંત આગામી દિવસોમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ, ક્વોલિટી એસેસમેન્ટ સર્ટિફિકેશન સહિતના સંલગ્ન માર્કેટ પણ વિકસી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, દેશે વિકાસની જે ગતિ પકડી છે, તે હવે પાછળ પડી શકે તેવી નથી. આ ગતિ અને વિકાસ આગળ વધતો રહેશે. રાજકોટના ઉદ્યોગકારોને આગ્રહ કરતા તેમણે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અંતર્ગત ડિફેન્સ સંબંધિત ઉપકરણોના ઉત્પાદનમાં જોડાવાનો આ શ્રેષ્ઠ અવસર છે. જે આજે નહીં જોડાય તે ખૂબ પાછળ રહી જશે. સૈન્ય માટે ગન્સ, ગાડી સહિત જે સાધનો કે તેને સંબંધિત નાના મોટા જે ઉપકરણો બનાવવાની  ઈચ્છા થાય તે બનાવજો, તેના માટે યોગ્ય સહયોગ આપવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી. 
આપણ  વાંચો -ખોખરા બ્રિજ પર પાંચ વર્ષમાં પડ્યા છ વાર ગાબડા, છેલ્લા પાંચ મહિનાથી ફરીવાર બ્રિજ બંધ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CentralGovtcountryself-sufficientDefensedevicesEntrepreneursGujaratGujaratFirstIndiaRAJKOTRetiredMajorGeneralShriAshokKumar
Next Article