Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુસુફ પઠાનની તોફાની બેટિંગ સામે નત મસ્તક World Giants, 6 વિકેટે હરાવ્યું

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2022 (Legends League Cricket 2022) ની બીજી સિઝનની શરૂઆત શુક્રવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ઈન્ડિયા મહારાજા અને વર્લ્ડ જાયન્ટ્સ (India Maharajas vs World Giants) વચ્ચેની ખાસ મેચ સાથે થઈ હતી. આ મેચ ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે રમાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રમાયેલી આ મેચમાં ભારત મહારાજાની ટીમના તમામ ખેલાડીઓ 75 નંબરની જર્સી પહેરીને મેદાનમાં આવ્યા હતા. આ મેચમાં ઈન્ડિયા મહારાજાએ વર્લ્ડ
03:41 AM Sep 17, 2022 IST | Vipul Pandya
લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2022 (Legends League Cricket 2022) ની બીજી સિઝનની શરૂઆત શુક્રવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ઈન્ડિયા મહારાજા અને વર્લ્ડ જાયન્ટ્સ (India Maharajas vs World Giants) વચ્ચેની ખાસ મેચ સાથે થઈ હતી. આ મેચ ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે રમાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રમાયેલી આ મેચમાં ભારત મહારાજાની ટીમના તમામ ખેલાડીઓ 75 નંબરની જર્સી પહેરીને મેદાનમાં આવ્યા હતા. આ મેચમાં ઈન્ડિયા મહારાજાએ વર્લ્ડ જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં ઈન્ડિયા મહારાજાએ વર્લ્ડ જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. ઈન્ડિયા મહારાજા તરફથી યુસુફ પઠાણ અને તન્મય શ્રીવાસ્તવે તોફાની ઈનિંગ રમીને અડધી સદી ફટકારી હતી. આ સાથે જ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી વર્લ્ડ જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં ઈન્ડિયા મહારાજાએ 8 બોલ બાકી રહેતાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને શાનદાર જીત નોંધાવી હતી. મેચની શરૂઆતમાં વર્લ્ડ જાયન્ટ્સના કેપ્ટન જેક કાલિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 

ટીમના ઓપનર કેવિન ઓ'બ્રાયન (31 બોલમાં 51 રન) અને હેમિલ્ટન મસ્કાઝા (15 બોલમાં 18 રન)એ પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. આ સિવાય દિનેશ રામદીને ઝડપી બેટિંગ કરતા 29 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. વળી, કેપ્ટન જેક કાલિસ 12 અને થિસારા પરેરાએ 23 રન બનાવીને આઉટ થયા હતા. ઈન્ડિયા મહારાજા માટે પંકજ સિંહ સૌથી સફળ બોલર હતો. તેણે 4 ઓવરમાં 25 રન આપીને 5 વિકેટ લીધી હતી. બીજી તરફ હરભજન સિંહ, જોગીન્દર શર્મા અને મોહમ્મદ કૈફને 1-1 સફળતા મળી હતી.
170 રનનો પીછો કરતા ઈન્ડિયા મહારાજાની શરૂઆત સારી રહી ન હતી. ટીમના સૌથી તોફાની બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ માત્ર 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પાર્થિવ પટેલ 18 અને મોહમ્મદ કૈફ 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ રીતે, 50 રનમાં ત્રણ વિકેટ પડી જવાને કારણે, ઈન્ડિયા મહારાજા પર હારનું સંકટ શરૂ થયું. પરંતુ યુસુફ પઠાણ અને તન્મય શ્રીવાસ્તવે તોફાની ઈનિંગ્સ રમીને ટીમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. 
યુસુફ પઠાણે 35 બોલમાં 5 ચોક્કા અને 2 છક્કાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. બીજી તરફ તન્મય શ્રીવાસ્તવે 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ઈન્ડિયા મહારાજે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો - પાકિસ્તાન ટીમના સિલેક્શન પર ઉઠ્યા સવાલ, આ ખેલાડીએ લગાવ્યો ગંભીર આરોપ
Tags :
CricketGujaratFirstIndiaMaharajasvsWorldGiantsLegendsLeagueCricketSportsYusufPathan
Next Article