શ્રીલંકાના પૂર્વ કેપ્ટન પર માનહાનિનો કેસ, જાણો શું છે મામલો
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા (Arjuna Ranatunga)ની મુશ્કેલી સતત વધી રહી છે. હાલમાં જ અર્જુન રણતુંગાએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) પર નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર ઘણા આરોપો લગાવ્યા હતા. હવે બોર્ડે પૂર્વ કેપ્ટનના નિવેદનને ખોટા ગણાવ્યા છે. ઉપરાંત, બોર્ડે પૂર્વ ક્રિકેટર પર જાણી જોઈને જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત માનહાનિ તરીકે 2 અબજ રૂàª
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા (Arjuna Ranatunga)ની મુશ્કેલી સતત વધી રહી છે. હાલમાં જ અર્જુન રણતુંગાએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) પર નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર ઘણા આરોપો લગાવ્યા હતા. હવે બોર્ડે પૂર્વ કેપ્ટનના નિવેદનને ખોટા ગણાવ્યા છે. ઉપરાંત, બોર્ડે પૂર્વ ક્રિકેટર પર જાણી જોઈને જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત માનહાનિ તરીકે 2 અબજ રૂપિયાની પણ માંગણી કરવામાં આવી છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)ના જણાવ્યા અનુસાર, અર્જુન રણતુંગાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં બોર્ડ વિરુદ્ધ ખોટું નિવેદન આપ્યું હતું. હવે બોર્ડે ઘણી વિચાર-વિમર્શ બાદ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
બોર્ડે આ બાબતે તાકીદની બેઠક બોલાવી હતી. બેઠક બાદ બોર્ડે એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રણતુંગાએ ખોટી ભાવનાથી વાત કરી અને બોર્ડની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી. ઉપરાંત, બોર્ડનું કહેવું છે કે ભૂતપૂર્વ વિશ્વ વિજેતા કેપ્ટને શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિ પર ખોટા આરોપો લગાવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે શ્રીલંકામાં હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ સિવાય તાજેતરમાં શ્રીલંકા ક્રિકેટને ઘણું આર્થિક નુકસાન થયું છે. અગાઉ એશિયા કપ 2022 પહેલા શ્રીલંકામાં આયોજિત થવાનો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિને કારણે તે થઈ શક્યો નહીં. હવે એશિયા કપ 2022 UAEમાં યોજાશે. એશિયા કપ 2022ની પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે જ્યારે આ ટૂર્નામેન્ટની ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે. જ્યારે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થશે.
Advertisement