Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગણેશ ચતુર્થી પર આ ખાસ આઈડિયાથી સજાવો ઘરનું મંદિર, લોકો જોતાં રહી જશે

ગણેશ ચતુર્થીના તહેવારને હવે માત્ર  ગણતરીના દિવાસો બાકી છે ત્યારે દરેક લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશ કૈલાશ પર્વત પરથી માનવજાતને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપવા આવ્યા હતા. આ દસ દિવસીય ઉત્સવ દરમિયાન ઘરે-ઘરે ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે.આ દિવસે લોકો ગણપતિ બાપ્પાના મંદિર અને મંડપને ખૂબ જ સુંદર રીતે શણગારે છે. તમે જ્યાં પણ ગણેશનà«
ગણેશ ચતુર્થી પર આ ખાસ આઈડિયાથી સજાવો ઘરનું  મંદિર  લોકો  જોતાં રહી જશે
ગણેશ ચતુર્થીના તહેવારને હવે માત્ર  ગણતરીના દિવાસો બાકી છે ત્યારે દરેક લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશ કૈલાશ પર્વત પરથી માનવજાતને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપવા આવ્યા હતા. આ દસ દિવસીય ઉત્સવ દરમિયાન ઘરે-ઘરે ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે.
આ દિવસે લોકો ગણપતિ બાપ્પાના મંદિર અને મંડપને ખૂબ જ સુંદર રીતે શણગારે છે. તમે જ્યાં પણ ગણેશની મૂર્તિ મૂકો છો તે જગ્યાને શણગારીને તમે સ્થળને વધુ આકર્ષક બનાવી શકો છો. અમે તમારા માટે આવા સુંદર સુશોભન આઈડિયા શેર કરી રહ્યા છીએ.જે તમને  ખૂબજ મદદરૂપ થશે.

ફૂલ-પત્તીઓથી ઈકો ફ્રેન્ડલી ડેકોરેશન
આ ઉપરાંત  તમે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ સાથે તેમના મંદિરની સજાવટ પણ આ જ રીતે કરવામાં આવે તો વધુ સારુ રહેશે. તો આ ગણપતિ ઉત્સવ પર ફૂલો અને પાંદડાઓથી સજાવટ કરો, જે ખૂબ જ સુંદર દેખાશે અને તેને એક અલગ દેખાવ પણ આપશે. 
લીલા ઘાસનો ઉપયોગ 
ગણપતિ બાપ્પાને પાન અને ધરો ચઢાવવામાં આવે છે, તો આ વખતે તમે શણગારમાં પાન અને ધરો એટલે કે લીલા ઘાસનો ઉપયોગ કરી શકો છો. રંગબેરંગી કાગળથી શણગારો તમે ગણપતિની પાછળની પૃષ્ઠભૂમિને રંગબેરંગી ફ્લોરોસન્ટ પેપર અથવા ગ્લિટર શીટ્સથી વિવિધ ફૂલોના પાંદડાની ડિઝાઇન અને ફ્રિન્જ બનાવીને સજાવી શકો છો. આ શણગાર ઘણા દિવસો સુધી બગડશે નહીં અને ખૂબ જ સુંદર દેખાશે. કાગળના રંગબેરંગી પીંછા પણ બનાવીને લગાવી શકાય છે. આ સિવાય છત્રી, પતંગિયા, ફૂલ, પાંદડા બનાવીને લગાવો.
દુપટ્ટા કે કપડાંથી ડેકોરેશન 
રંગબેરંગી દુપટ્ટા કે કપડાંથી ડેકોરેશન ગણપતિ બાપ્પા ઘણા દિવસો સુધી ઘણા ભક્તોના ઘરે બિરાજે છે. આવી સ્થિતિમાં તેમના શણગારમાં લગાવેલા ફૂલો મુરઝાઈ જાય છે માટે જો તમે ગણપતિને રંગબેરંગી દુપટ્ટા અને સાટિનના કપડાથી શણગારો તો તે ખૂબ જ સુંદર લાગે છે. રંગીન કપડાંને એકબીજામાં રોલ કરીને પણ સુંદર શણગાર થાય છે.
Advertisement
Tags :
Advertisement

.