Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતિન ગડકરીને મળી જાનથી મારી નાંખવાની ધમકી, પોલીસ તપાસ શરૂ

સવારે 11.30 થી 12.30ની વચ્ચે આવ્યા કોલ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નાગપુરમાં ગડકરીની ઓફિસમાં બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે 11.30 થી 12.30 વાગ્યાની વચ્ચે ધમકીભર્યા કોલ આવ્યા હતા.બે વખત ધમકીભર્યા કોલ આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે (14 જાન્યુઆરી) 11:30 થી 12:30 ની વચ્ચે
10:13 AM Jan 14, 2023 IST | Vipul Pandya
સવારે 11.30 થી 12.30ની વચ્ચે આવ્યા કોલ 
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નાગપુરમાં ગડકરીની ઓફિસમાં બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે 11.30 થી 12.30 વાગ્યાની વચ્ચે ધમકીભર્યા કોલ આવ્યા હતા.

બે વખત ધમકીભર્યા કોલ આવ્યા 
પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે (14 જાન્યુઆરી) 11:30 થી 12:30 ની વચ્ચે ગડકરીના જનસંપર્ક કાર્યાલય પર બે ધમકીભર્યા ફોન આવ્યા હતા, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ ખંડણી નહીં આપે તો કેન્દ્રીય મંત્રી ગડકરીને મારી નાખવામાં આવશે. આ સાથે દાઉદનું નામ પણ લેવામાં આવ્યું હતું.
ગડકરી જનસંપર્ક કાર્યાલયે પોલીસને કરી જાણ 
ત્રણ ધમકીભર્યા કોલ મળ્યા બાદ ગડકરીના જનસંપર્ક કાર્યાલયે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ સમયે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગડકરીની ઓફિસ પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે ધમકી મળ્યા બાદ ગડકરીના કાર્યાલય અને નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
કર્ણાટકથી કરાયો હતો ધમકીભર્યો કોલ 
આ કેસમાં અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, નીતિન ગડકરીને ધમકીભર્યો કોલ કર્ણાટકના હુબલીથી કરવામાં આવ્યો હતો. કોલની તમામ વિગત પોલીસ સાથે શેર કરવામાં આવી છે.
સક્રિય મંત્રીઓમાં ગણતરી
નીતિન ગડકરીની ગણતરી મોદી સરકારના એવા મંત્રીઓમાં થાય છે જેઓ સારું કામ કરે છે અને પરિણામ પણ આપે છે. આ સાથે નીતિન ગડકરી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.ટ્વિટર અને ફેસબુકની સાથે તેમની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. તેમણે પોતે કહ્યું હતું કે તેમણે સોશિયલ મીડિયાથી કમાણી કેવી રીતે શરૂ કરી છે. ગડકરીને ધમકી મળ્યા બાદ પોલીસ સક્રિય બની છે અને તપાસ શરૂ કરી છે .
આ પણ વાંચોઃ   રાહુલ ગાંધી સાથે 'ભારત જોડો યાત્રા'માં જોડાયેલા કોંગ્રેસી સાંસદનું નિધન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DeathGujaratFirstInvestigationNitinGadkaripolicereceivedThreat
Next Article