પૂર્વ સોવિયેત રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવનું અવસાન
ભૂતપૂર્વ સોવિયેત રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવ (Mikhail Gorbachev)નું અવસાન થયું છે. તેઓ 91 વર્ષના હતા. રશિયન એજન્સીઓએ હોસ્પિટલના અધિકારીઓને ટાંકીને તેમના મૃત્યુની જાણ કરી હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા. રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ગોર્બાચેવે લાંબી માંદગી બાદ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. જૂન મહિનામાં કિડનીની ગંભીર બિમ
03:09 AM Aug 31, 2022 IST
|
Vipul Pandya
ભૂતપૂર્વ સોવિયેત રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવ (Mikhail Gorbachev)નું અવસાન થયું છે. તેઓ 91 વર્ષના હતા. રશિયન એજન્સીઓએ હોસ્પિટલના અધિકારીઓને ટાંકીને તેમના મૃત્યુની જાણ કરી હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા. રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ગોર્બાચેવે લાંબી માંદગી બાદ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. જૂન મહિનામાં કિડનીની ગંભીર બિમારીથી પીડાતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સોવિયેત યુનિયન (Soviet Union)ના ભૂતપૂર્વ પ્રમુખ મિખાઈલ ગોર્બાચેવે (Mikhail Gorbachev) કોઈ લોહિયાળ સંઘર્ષ વિના શીત યુદ્ધનો અંત આણ્યો હતો. જો કે, તેઓ સોવિયેત સંઘના પતનને રોકવામાં અસફળ રહ્યા હતા.
મિખાઇલ ગોર્બાચેવ યુએસએસઆરના છેલ્લા નેતા હતા. તેમને એક ઉત્સાહી સોવિયેત નેતા માનવામાં આવતા હતા જેઓ નાગરિકોને સ્વતંત્રતા આપીને લોકશાહી સિદ્ધાંતોની તર્જ પર સામ્યવાદી શાસનમાં સુધારો કરવા માંગતા હતા. ક્રેમલિનના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોવિયેત રાજનેતાના મૃત્યુ પર તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
મિખાઇલ ગોર્બાચેવનો જન્મ 2 માર્ચ 1931ના રોજ એક ગરીબ પરિવારમાં થયો હતો. 1985માં સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા પછી, માત્ર 54 વર્ષની ઉંમરે, તેમણે મર્યાદિત રાજકીય અને આર્થિક સ્વતંત્રતા રજૂ કરીને સિસ્ટમને પુનર્જીવિત કરવા માટે કટિબદ્ધ હતા, પરંતુ તેમના સુધારાઓ નિયંત્રણની બહાર નીકળી ગયા. જ્યારે 1989માં સામ્યવાદી પૂર્વીય યુરોપના સોવિયેત બ્લોકના દેશોમાં લોકશાહી તરફી વિરોધ ઉગ્ર બન્યો, ત્યારે તેઓએ બળનો ઉપયોગ કરવાનું ટાળ્યું.
રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી, મિખાઇલ ગોર્બાચેવને વિશ્વભરમાં ઘણા પુરસ્કારો અને સન્માનો આપવામાં આવ્યા. ગોર્બાચેવને 1990માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે રક્તપાત વિના શીત યુદ્ધને સમાપ્ત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આ કારણોસર તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Next Article