Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાલામાં એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ મળ્યા, પોલીસ તપાસ શરુ

હરિયાણાના અંબાલા શહેરના બલાના ગામમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. બલાના ગામમાં એક જ પરિવારના 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સુઈ ગયો હતો, જે સવારે જાગ્યો ન હતો. જાણવા મળ્યા મુજબ  આજે સૌથી નાની દીકરીનો જન્મદિવસ હતો.અંબાલા પોલીસે જણાવ્યું કે બે બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યો મà
અંબાલામાં એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ મળ્યા  પોલીસ તપાસ શરુ
હરિયાણાના અંબાલા શહેરના બલાના ગામમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. બલાના ગામમાં એક જ પરિવારના 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સુઈ ગયો હતો, જે સવારે જાગ્યો ન હતો. જાણવા મળ્યા મુજબ  આજે સૌથી નાની દીકરીનો જન્મદિવસ હતો.
અંબાલા પોલીસે જણાવ્યું કે બે બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા છે. ક્રાઈમ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. વધુ તપાસ ચાલુ છે.
ઘટના અંબાલાના બલાના ગામની છે. મૃતકોની ઓળખ સંગત રામ, મહિન્દ્રા કૌર (પત્ની), સુખવિંદર સિંહ (પુત્ર), રીના (સુખવિંદરની પત્ની) તરીકે થઈ છે. આ સિવાય સગીર દીકરીઓ આશુ અને જસ્સી પણ મૃતકોમાં સામેલ છે. એવી આશંકા છે કે સુખવિંદરે આત્મહત્યા કરતા પહેલા પરિવારને ઝેર પીવડાવ્યું હતું. તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. 
ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના તાજેતરમાં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સામે આવી હતી. અહીં લોન આપતી એપની જાળમાં ફસાઈને એક આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. ઓનલાઈન એપ દ્વારા અપાતી લોનના મામલે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા અમિત યાદવના હસતા પરિવારને બરબાદ કરી નાખ્યો હતો.
અમિતે પહેલા તેની પત્ની અને બે બાળકોની હત્યા કરી, પછી ફાંસી લગાવી આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલા અમિતે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં લખ્યું હતું માણસ ખરાબ નથી, પરંતુ પરિસ્થિતિએ તેને આવો બનાવી દે છે. 
અમિત યાદવે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું કે મને પણ જીવવાની ઈચ્છા છે, પણ મારા સંજોગો હવે એવા નથી રહ્યા, માણસ હું ખરાબ નથી, પણ પરિસ્થિતિ એવી નથી. મેં ઘણી ઓનલાઈન એપ્સમાંથી લોન લીધી છે, પરંતુ હું લોન ચૂકવવા સક્ષમ નથી,  ડરથી હું આ પગલું ભરી રહ્યો છું, પોલીસે મારા પરિવારને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, હું દોષી છું.
Advertisement
Tags :
Advertisement

.