ગરીબ આદિવાસી પરિવારની દીકરીએ રાષ્ટ્રીય તિરંદાજી સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ, બની સમગ્ર છોટા ઉદેપુરનું ગૌરવ
રાષ્ટ્રીય તિરંદાજીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા બોડેલીના ગૈડીયા ગામની ગરીબ પરિવારની દિકરી દિપાલી રાઠવાએ રાષ્ટ્રીય તિરંદાજી સ્પર્ધામાં બે ગોલ્ડ, એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે સ્કૂલ ની અન્ય બે વિદ્યાર્થીનીઓ સ્નેહલ રાઠવા અને વૈશાલી રાઠવા એ પણ છોટાઉદેપુર જિલ્લાની ટીમ સાથે રમી એક બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી મેળવી છે.. આ રીતે આ વિદ્યાર્થીનીઓએ પોતાના પરિવાર સહિત સમગ્ર આદિવાસી સમાજનુàª
03:00 PM Jan 07, 2023 IST
|
Vipul Pandya
રાષ્ટ્રીય તિરંદાજીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા
બોડેલીના ગૈડીયા ગામની ગરીબ પરિવારની દિકરી દિપાલી રાઠવાએ રાષ્ટ્રીય તિરંદાજી સ્પર્ધામાં બે ગોલ્ડ, એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે સ્કૂલ ની અન્ય બે વિદ્યાર્થીનીઓ સ્નેહલ રાઠવા અને વૈશાલી રાઠવા એ પણ છોટાઉદેપુર જિલ્લાની ટીમ સાથે રમી એક બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી મેળવી છે.. આ રીતે આ વિદ્યાર્થીનીઓએ પોતાના પરિવાર સહિત સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યુ છે.
પિતા જીનમાં મજુરી કામ કરે છે
બોડેલી તાલુકાનાં ગૈડીયા ગામનાં ગરીબ પરિવારનાં કનુભાઈ રાઠવા હાલ બોડેલી ની કોટન જીનીંગ ફેક્ટરીમાં કામ કરે છે તેઓની દીકરી દિપાલી રાઠવા બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે. બોડેલીની કોટન જીનમાં મજૂરી કરતા પિતાની દીકરી દિપાલી બોડેલીની શેઠ એચ એચ. શિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસની સાથે તિરંદાજીની છેલ્લા પાંચ વર્ષ થી પ્રેક્ટિસ કરે છે. જેનું ફળ આજે દિપાલી ને મળ્યું છે.
આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું
ગરીબ પરિવાર માં ઉછરેલી દીકરી દિપાલીએ તાજેતરમાં અખિલ ભારતીય વનવાસી આશ્રમ (ભારતીય રાઉન્ડ) ચપકી, સોનભદ્ર, ઉત્તર પ્રદેશ ખાતે તારીખ 30 ડિસેમ્બર થી બે જાન્યુઆરી દરમિયાન યોજાયેલ જુનીયર તિરંદાજી (આર્ચરી) સ્પર્ધામાં ૪૦ મીટર તિરંદાજીમાં ગોલ્ડ મેડલ સાથે ૩૦ મીટર અને ૪૦ મીટર ઓલ ઓવર તિરંદાજીમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના પરિવારની સાથે સમગ્ર આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું છે.
અન્ય બે વિદ્યાર્થીનીઓએ પણ જીત્યા મેડલ
તેમની સાથે આજ શાળામાં અભ્યાસ કરતી અન્ય બે વિદ્યાર્થીનીઓ સ્નેહલબેન રાઠવા અને વૈશાલીબેન રાઠવાએ પણ જિલ્લાની ટીમ સાથે રમી બ્રોન્ઝ મેડલ તેમજ એક ટ્રોફી જીતી છે.. જેને લઇને આ બંને દીકરીઓ તેમજ દિપાલી રાઠવાની સિદ્ધિને સ્કૂલ દ્વારા બિરદાવવામાં આવી હતી .
અગાઉ ખેલ મહાકુંભ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો
અગાઉ પણ રાજ્યનાં ૧૧મા ખેલ મહાકુંભની રાજય કક્ષાની તિરંદાજી સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડીયા ગામની દિકરી દિપાલી કનુભાઈ રાઠવાએ અંડર 17માં સિલ્વર મેડલ જીતીને ગામનું તથા શિરોલાવાલા હાઈસ્કુલ નું ગૌરવ વધાર્યું હતું. જેથી તેને છત્તીસગઢમાં રમવા જવાની તક મળી હતી.
બોડેલી કોલેજની બાજુમાં રમત સંકુલમાં તેમજ શિરોલાવાલા સ્કૂલ નાં મેદાનમાં કાર્યરત આર્ચરી રમતનાં કોચ નરપતભાઈ રાઠવા અને વિનોદભાઈ બારીયા પાસે દિપાલી રાઠવા, સ્નેહલ રાઠવા અને વૈશાલી રાઠવા એ તાલીમ લીધી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article