Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાસુ વહુના સંબંધો આવા પણ હોઇ શકે છે !

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો, તેમાં ૩ પ્રણાચક્ષુ કલાકારોને આમંત્રણ આપવામા આવ્યું હતુ. આ ૮૬ વર્ષના યુવા સન્નારીનું નામ છે બિમલા બહેન હુર્રા. બે વર્ષ પહેલા જ તેમના પતિના અવસાન થયા પછી સ્વાભાવિક રીતે જીવનમાં આવી પડેલા ખાલીપાને ભીતરના સાતમા પાતાળે સંતાડીને “ હૈયે વડવાનલ જલે તોયે સાગર ગાય “ એ ઉક્તિને પણ શરમાવું પડે એવા સ
સાસુ વહુના સંબંધો આવા પણ હોઇ શકે છે
Advertisement
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો, તેમાં ૩ પ્રણાચક્ષુ કલાકારોને આમંત્રણ આપવામા આવ્યું હતુ. આ ૮૬ વર્ષના યુવા સન્નારીનું નામ છે બિમલા બહેન હુર્રા. બે વર્ષ પહેલા જ તેમના પતિના અવસાન થયા પછી સ્વાભાવિક રીતે જીવનમાં આવી પડેલા ખાલીપાને ભીતરના સાતમા પાતાળે સંતાડીને “ હૈયે વડવાનલ જલે તોયે સાગર ગાય “ એ ઉક્તિને પણ શરમાવું પડે એવા સત્યમ, શિવમ, સુંદરમનો મંત્ર માત્ર ઉચ્ચારીને નહીં પણ ઘરના કણેકણમાં અને જીવનની ક્ષણેક્ષણમાં સંભારીને આખાયે પરિવારને એકસૂત્રે બાંધીને ખુશહાલ રાખવાનુંને ખુશહાલ રહેવાનુંને વળી જરૂરતમંદ કોઇના પણ માટે કશોય દેખાડો કે દંભ કર્યા વિના, દર્શન કે પર્દર્શન વિના, તન, મન, ધનથી યથાશક્તિ ઘસાઇને - એ દિશામાં પરિવારના બધા જ સદસ્યોને પ્રેરીને વિમલાબહેને પોતાની જીવનયાત્રાને “જીંદગી જીવવાની જડીબુટ્ટી “સમુ બનાવ્યું છે. 
પુત્રીઓ નમ્રતાબહેન અને અનુજાબહેનમાં, તેમના પુત્ર પાર્થ તથા તેના પુત્ર યશ સહિત સૌ કોઇને વિમલાબહેને પ્રેમ, પ્રકૃતિ અને પરમાત્માના અનુસંધાન સાથે કોઇ અન્યના ચહેરા ઉપર નાનકડું સ્મીત કે કોઇકની આંખના આંસુને લુછવાની લાગણી વારસામાં આપી છે. આ હર્યાભર્યા અને આદર્શ કહી શકાય તેવા પરિવારના પ્રત્યેક સદસ્યના વાણી, વર્તન અને વ્યવહારમાંથી જે અભિજાત્ય મહેંક પ્રસરતી હતી તે આ લખાઇ રહ્યું છે ત્યારે પણ શ્વાસને તરબતર કરી રહી છે. 
એમના ઘરમાં ઘરકામ કરતા સદસ્ય - જે પણ હવે વયસમૃધ્ધ થયા છે - તે નાનપણથી જ કહો કે, પાંચ છ દાયકાથી બીમલા બહેનના કુટુંબના એક સભ્ય થઇને હસતે ચહેરે અને ભવિષ્યની કોઇ ચિંતા વગર આખા ઘરને સંભાળી રહ્યા છે. તે તો વળી જુદુ જ એક પુસ્તક લખાય તેવી રસપ્રચુર કથા છે. 
ગોરોવાન, પ્રમાણસરની ઉંચાઇ, સપ્રમાણસર શરૂરનો બાંધો,  મુખ ઉપર છલકતું નિર્દોષ સ્મીત, તેજસ્વી આંખો અને આંખને ગમી જાય તેવું વસ્ત્ર પરિધાન પહેરીને પોતાના ઘરના દીવાન ખંડમાં, પોતાના નિયત સોફામાં, કર્મ ધર્મનો મર્મ સમેટીને બેઠેલા બિમલબાની બાજુની ખુરશીમાં તેમનો પડ્યો બોલ ઝીલવામાં આનંદ અને ધન્યતા અનુભવતી તેમની પુત્રવધુ રીતુ તેમની પુત્રવધુ કરતાં વહાલસોયી દીકરી વધુ લાગતી હતી. 
અગાઉ કહ્યું તેમ ઘર આખુ જાણે કે, સંગીતના સાત સૂરોનો સંવાદી સમન્વય હોય એવું લાગતુ હતુ. પૌત્રી ભક્તિ આ આખાયે કાર્યક્રમનું નિમિત્ત બની હતી. જ્યારે આખાયે કાર્યક્રમનો ભાર પૂરી પ્રસન્નતાથી પૂત્રવધુ રીતુએ તેના નાજુક ખભા પર ઉપાડી લીધો હતો. વાતે વાતે બિમલા બા પોતાની પુત્રવધુના વખાણ કરતા થાકતા નહોતાને વખાણનાં શબ્દો સાંભળીને રીતુની આંખોમાંથી બિમલાબા તરફનો પ્રેમ અને આદર મૌન ભાષા બનીને છલકાતા હતા. ડાઇનીંગ ટેબલ ઉપર બધી જ વાનગીઓના વખાણ સાથે બિમલાબાના પુત્રવધુ રીતુનું નામ જોડીને સાસુ મટીને મા બની જતા જોવાનો આ અવસર આપણા અનેક પરિવારોને ઘણું બધું શીખવી જાય છે. બિમલાબાના શબ્દો હતા, “ રીતુને હું ડોટર ઇન લો નથી ગણતી પણ ‘ ડોટર ઇન લવ’ ગણું છું.” એ સાંજે ઇશ્વર કૃપાથી વસંત અને વેલેન્ટાઇનનો સચો અર્થ લઇને ધન્ય થવાયું….
Tags :
Advertisement

.

×