Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2022 પરિણામની તારીખ જાહેર

રાજ્યના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો અહેવાલ સામે આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતી કાલે એટલે કે ગુરુવારના રોજ જાહેર કરવામાં આવશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ તારીખ 12/05/2022ના રોજ સવારે 10:00 કલાકે જાહેર કરવામાં આવશે. આ અંગે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
09:39 AM May 11, 2022 IST | Vipul Pandya
રાજ્યના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો અહેવાલ સામે આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતી કાલે એટલે કે ગુરુવારના રોજ જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ તારીખ 12/05/2022ના રોજ સવારે 10:00 કલાકે જાહેર કરવામાં આવશે. આ અંગે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જેમા તેમણે લખ્યું કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-2022નું પરિણામ તારીખ 12/05/2022ના રોજ સવારે 10:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.

બોર્ડનું પરિણામ વેબસાઈટ result.gseb.org પર જોઇ શકાશે. મહત્વનું છે કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2022ની પરીક્ષા અને ગુજકેટની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ આ ફાઈનલ આન્સર કી જાહેર કર્યા બાદ ગુજરાત બોર્ડની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી.
Tags :
ExamExamResultGujaratGujaratFirstgujcet2022resultStandard12
Next Article