Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંધા લીંબુની ખરીદી બની જોખમી, દુકાનદારે ગ્રાહક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો

ઈમરાન તેના મિત્ર સાથે શાકભાજી માર્કેટમાં લીંબુ ખરીદવા ગયો હતો. પરંતુ તેને થોડી ખબર હતી કે મોંઘા લીંબુ ખરીદવું તેને આટલું ભારે પડશે. ઈમરાને દુકાનદારને એટલું જ કહ્યું હતું કે તેણે આપેલા પૈસા પ્રમાણે તેને લીંબુ ઓછા મળ્યાં છે. આ બાબતે દુકાનદાર ગુસ્સે થયો હતો. એટલું જ નહીં પરંતુ ભરબજારમાં દુકાનદારે આ ગ્રાહક પર છરી વડે જીવલેણ હુમલો કર્યોલીંબુના વજનને લઈને બંને વચ્ચે ઝઘડો શરૂ થયોહાલનà
મોંધા લીંબુની ખરીદી બની જોખમી  દુકાનદારે ગ્રાહક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો
ઈમરાન તેના મિત્ર સાથે શાકભાજી માર્કેટમાં લીંબુ ખરીદવા ગયો હતો. પરંતુ તેને થોડી ખબર હતી કે મોંઘા લીંબુ ખરીદવું તેને આટલું ભારે પડશે. ઈમરાને દુકાનદારને એટલું જ કહ્યું હતું કે તેણે આપેલા પૈસા પ્રમાણે તેને લીંબુ ઓછા મળ્યાં છે. આ બાબતે દુકાનદાર ગુસ્સે થયો હતો. એટલું જ નહીં પરંતુ ભરબજારમાં દુકાનદારે આ ગ્રાહક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો

લીંબુના વજનને લઈને બંને વચ્ચે ઝઘડો શરૂ થયો
હાલના દિવસોમાં લીંબુના વધતા ભાવે સામાન્ય લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે. ઘણાં લોકોના રસોડામાંથી લીંબુ ગાયબ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, જેઓ લીંબુ પાણીના શોખીન છે તેમના માટે પણ તકલીફો વધી છે.  હવે લીંબુની ખરીદી લોકો માટે જોખમી બને તેવો કિસ્સો ગુજરાતમાં નોંધાયો છે. આ સનસનાટીભરી ઘટના સુરતની છે, જ્યાં શાકભાજી વેચનારાએ એક ગ્રાહક પર લીંબુની તકરારમાં જીવલેણ હુમલો કરી દીધો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર, 31 વર્ષીય ઈમરાન શેખ અને તેનો મિત્ર દીપક ગોરિયા શાકભાજી ખરીદવા બજારમાં ગયા હતા. શાકભાજી ખરીદવા માટે, ઈમરાને શાકભાજી વેચનાર જ્ઞાન જયસ્વાલ પાસેથી કેટલાક લીંબુ ખરીદ્યા પરંતુ લીંબુના વજનને લઈને બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે શાકભાજી વિક્રેતાએ આક્રોશમાં ગ્રાહક પર છરી વડે હુમલો કરી દીધો. 
 
પૈસા લઇને ઓછાં લીંબુ આપ્યાં
મીડિયા અહેવાલ મુજબ ઈમરાને કહ્યું કે જયસ્વાલે તેને ઓછા લીંબુ આપ્યા હતા, જ્યારે તેણે તેના માટે વધુ પૈસાની ચૂકવણી કરી હતી. ઝઘડામાં શાકભાજૂ વિક્રેતા જયસ્વાલના ભાઈ આનંદ અને અન્ય લોકોએ પણ ઈમરાન પર હુમલો કર્યો અને માર મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન જયસ્વાલે તેની કારમાંથી છરી કાઢી અને ઈમરાન પર હુમલો કરવા લાગ્યો. ઈમરાનના પેટ, ખભા, પીઠ અને બંને હાથમાં છરી વાગી હતી.

આરોપી સ્થળ પરથી નાસી ગયો હતો
જયસ્વાલ પર જાહેરમાં છરી વડે હુમલો થતો જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોને જોતાં જ જયસ્વાલ, આનંદ અને અન્ય એક વ્યક્તિ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. છાપરા ભાથાની મધુબન સોસાયટીના રહેવાસી ઈસ્માઈલ અને ઘોરિયા તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે ઈમરાન ગંભીર રીતે ઘાયલ હતો.

હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો
ઈમરાનને તાત્કાલિક બાઇક દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ પછી તેના ભાઈએ અમરોલી પોલીસમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પોલીસે હત્યાના પ્રયાસ સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.