જાહેર માર્ગ નજીક ૨૦ થી ૨૫ ફૂટ ઊંડો મોટો ભુવો પડતા વાહન ચાલકોમાં ભય
ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ભરૂચમાં ભુવા પડવાઓની ઘટનાઓ બની રહી છે. પૂર્વ પટ્ટી વિસ્તારના નર્મદા કોલેજ નજીક કાંસના ગરનાળા પાસે રોડની સાઈડ ઉપર મોટો ભુવો પડતા વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો સાથે વરસાદ વરસવાના કારણે માટીના ધોવાણ થી જાહેર માર્ગને પણ મોટું નુકસાન થઈ રહ્યું હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવી રહ્
ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ભરૂચમાં ભુવા પડવાઓની ઘટનાઓ બની રહી છે. પૂર્વ પટ્ટી વિસ્તારના નર્મદા કોલેજ નજીક કાંસના ગરનાળા પાસે રોડની સાઈડ ઉપર મોટો ભુવો પડતા વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો સાથે વરસાદ વરસવાના કારણે માટીના ધોવાણ થી જાહેર માર્ગને પણ મોટું નુકસાન થઈ રહ્યું હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ તરફ જવાના માર્ગ ઉપર ઝાડેશ્વર ચોકડીથી ૧૦૦ મીટરની હદમાં નર્મદા કોલેજ પાસે વરસાદી પાણી ના નિકાલ અંગેનું એક નાળુ બનાવવામાં આવ્યું છે જેના ઉપરથી સતત વાહનો અવરજવર કરી રહ્યા છે. નાણાંની બાજુમાં જ વરસેલા વરસાદના પાણીના કારણે એક મોટો ભુવો પડ્યો છે અને સતત રોડ ટચ ભુવો પડ્યો હોવાના કારણે માટીના ધોવાણ થી જાહેર માર્ગને પણ નુકસાન થઈ રહ્યું છે.
જાહેર માર્ગ બેસી જાય તેવો ભય ઊભો થયો છે જેના પગલે ભુવાનું વહેલી તકે પુરાણ કરવામાં આવે તે જરૂરી છે મોડી રાત્રીએ સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારાના કારણે વાહનચાલકોને રાહદારીઓને ભુવાની અંદર પડી જવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે ભુવો કેટલા સમયમાં તંત્ર દ્વારા પુરાણ કરવામાં આવે છે તો બીજી તરફ ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં બિલ્ડરો દ્વારા કરાયેલા ખોદકામના સ્થળોએ પણ વરસાદી પાણીમાં માટીનું ધોવાણ થઈ જવાના કારણે ઠેકાણે ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.
Advertisement