Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાયરસ મિસ્ત્રીને નડ્યો માર્ગ અકસ્માત, જુઓ આ ભયાનક તસવીરો

સાયરસ પલોનજી મિસ્ત્રી ભારતીય મૂળના આઇરિશ ઉદ્યોગપતિ હતા. તેઓ 2012 થી 2016 દરમિયાન ટાટા ગ્રૂપના ચેરમેન હતા, જે એક ભારતીય બિઝનેસ સમૂહ છે. તેઓ જૂથના છઠ્ઠા ચેરમેન હતા, અને ટાટા અટક ન ધરાવનાર માત્ર બીજા અને ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. આજે મિસ્ત્રીનું પાલઘરમાં 4 સપ્ટેમ્બર 2022ના રોજ માર્ગ અકાળે અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ પહેલાં પારસી શાપૂરજી પલોનજી જૂથના ચેરમેન પલોનજી મિસ્ત્રીનું તાજેતરમ
સાયરસ મિસ્ત્રીને નડ્યો માર્ગ અકસ્માત  જુઓ આ ભયાનક તસવીરો
સાયરસ પલોનજી મિસ્ત્રી ભારતીય મૂળના આઇરિશ ઉદ્યોગપતિ હતા. તેઓ 2012 થી 2016 દરમિયાન ટાટા ગ્રૂપના ચેરમેન હતા, જે એક ભારતીય બિઝનેસ સમૂહ છે. તેઓ જૂથના છઠ્ઠા ચેરમેન હતા, અને ટાટા અટક ન ધરાવનાર માત્ર બીજા અને ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. આજે મિસ્ત્રીનું પાલઘરમાં 4 સપ્ટેમ્બર 2022ના રોજ માર્ગ અકાળે અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ પહેલાં પારસી શાપૂરજી પલોનજી જૂથના ચેરમેન પલોનજી મિસ્ત્રીનું તાજેતરમાં 28 જૂન 2022ના રોજ 93 વર્ષની જેફ વયે તેમનું નિધન થયું હતું.
પાલઘર પોલીસે જણાવ્યું કે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં બપોરે લગભગ 3 વાગ્યે એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે.
કાર  અકસ્માત એટલો  ભયાનક હતો કે કારના કૂચડા બોલી ગયા હતા. 
અમદાવાદ થી મુંબઈ જતી વખતે  સાયરસ  મિસ્ત્રીની કાર ડિવાઈડર  સાથે અટકાઈ  જેના કારણે તેમનું મોત થયું. 
અકસ્માત એટલો ભયાનક  છે જે તમને આ ફોટા જોઈને જ ખ્યાલ આવી જશે .ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન શ્રી સાયરસ મિસ્ત્રીના પાલઘર પાસે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં નિધન થયું .
Advertisement
Tags :
Advertisement

.