Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચક્રવાત સિત્રાંગે તબાહી મચાવી, બાંગ્લાદેશમાં 7 લોકોના મોત

ચક્રવાત સિત્રાંગે બાંગ્લાદેશમાં તબાહી મચાવી છે. ત્યારે હાલમાં કરોડો લોકોના જીવ જોખમમાં છે. બાંગ્લાદેશમાં લગભગ 7 લોકોના મોત થયા છે. નરીલા, બરગુના, સિરાગગંજ અને ભોલા ટાપુ જિલ્લામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.  ભારતના ઉત્તર-પૂર્વિય વિસ્તારોમાં ચક્રવાત નબળો પડતો જોવા મળ્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચક્રવાત સિતરંગે પશ્ચિમ બંગાળને પાર કરીને બરીસાલ નજà«
01:35 PM Oct 25, 2022 IST | Vipul Pandya
ચક્રવાત સિત્રાંગે બાંગ્લાદેશમાં તબાહી મચાવી છે. ત્યારે હાલમાં કરોડો લોકોના જીવ જોખમમાં છે. બાંગ્લાદેશમાં લગભગ 7 લોકોના મોત થયા છે. નરીલા, બરગુના, સિરાગગંજ અને ભોલા ટાપુ જિલ્લામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.  ભારતના ઉત્તર-પૂર્વિય વિસ્તારોમાં ચક્રવાત નબળો પડતો જોવા મળ્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચક્રવાત સિતરંગે પશ્ચિમ બંગાળને પાર કરીને બરીસાલ નજીક ટકરાયું હતું. IMD અનુસાર, મંગળવાર સાંજ સુધીમાં દક્ષિણ-પૂર્વીય વિસ્તારોમાં ચક્રવાતની અસર ઓછી થઈ શકે છે. અગરતલાના ઉત્તર-ઉત્તરપૂર્વ અને શિલોંગના દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કાકરવતની અસર ઘટી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં દરિયાકિનારાની આસપાસ 40થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી છે. પવનની ઝડપ 60 સુધી પણ પહોંચી શકે છે.
બાંગ્લાદેશમાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં લગભગ 579 આશ્રયસ્થાનો છે. જ્યાંથી લગભગ 28,155 લોકો અને 2,736 પશુઓને કોક્સ બજાર કિનારેથી બહાર કાઢવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં, સોમવારે કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે કાલી પૂજાના દિવસે ઘણા રસ્તાઓ નિર્જન જોવા મળ્યા હતા. ચક્રવાત સિતરંગને કારણે ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. સોમવારે લગભગ 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ચક્રવાતને કારણે ભારતીય રેલ્વે પણ એલર્ટ પર છે, જેના કારણે ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થઈ હતી. સોમવારે, મેઘાલય, આસામ, મોઝોરમ અને ત્રિપુરા સહિત ભારતના 4 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી.
બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાન 'સિત્રાંગ'ની અસર ધીમે ધીમે પશ્ચિમ બંગાળમાં દેખાઈ રહી છે. કોલકાતા સહિત ઘણા જિલ્લાઓમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.પૂર્વ મિદનાપુરમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થયો હતો. 'સિત્રાંગ' બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને સુંદરવનમાં ભારે વિનાશ સર્જી શકે છે. મેઘાલયમાં, આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. કારણ કે ચક્રવાત સિત્રાંગને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાંગ્લાદેશની સરહદે આવેલા ઓછામાં ઓછા ચાર જિલ્લાઓમાં, વહીવટીતંત્રે અધિકારીઓને ચક્રવાતને ધ્યાનમાં રાખીને તમામ શૈક્ષણિક સંસ્થાઓને મંગળવારે બંધ રાખવાનો નિર્દેશ આપ્યો. આ જિલ્લાઓમાં પૂર્વ અને પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સનો સમાવેશ થાય છે.
Tags :
CycloneSitrangGujaratFirst
Next Article