Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અસાની વાવાઝોડાએ રસ્તો બદલ્યો, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાંમ સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડા આસનીના કારણે અનેક રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. આ વાવઝોડાની અસરના ભાગરુપે અનેક રાજ્યોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવાઝોડાએ તેનો રસ્તો બદલ્યો છે. હવે તે આંધ્રપ્રદેશના કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠાને સ્પર્શે તેવી શક્યતા છે. જેથી હવામાન વિભાગે આંધ્ર પ્રદેશà
અસાની વાવાઝોડાએ રસ્તો બદલ્યો  આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાંમ સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડા આસનીના કારણે અનેક રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. આ વાવઝોડાની અસરના ભાગરુપે અનેક રાજ્યોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવાઝોડાએ તેનો રસ્તો બદલ્યો છે. હવે તે આંધ્રપ્રદેશના કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠાને સ્પર્શે તેવી શક્યતા છે. જેથી હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. 
હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતની ઝડપ વધીને 25 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી. લગભગ 4.30 વાગ્યે અસાની વાવાઝોડું આંધ્ર પ્રદેશના કાકીનાડાથી 210 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ઓડિશાના ગોપાલપુરથી 510 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે તીવ્ર ચક્રવાતી તોફાન બુધવારે નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ જશે. જે ગુરુવારે ડીપ ડિપ્રેશનમાં પરિણમશે. 
Advertisement

માછીમારોને દરિયામાં ના જવા ચેતવણી
હવામાન વિભાગે માછીમારોને ગુરુવાર સુધી ઊંડા સમુદ્રમાં ના જવાની ચેતવણી આપી છે, કારણ કે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. મંગળવારે સવારે ઓડિશાના ખુર્દા, ગંજમ અને પુરીમાં પણ વરસાદ પડ્યો હતો. આ સિવાય સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે કે વાવાઝોડાના કારણે ભારે વરસાદ અને પાણી ભરાઈ શકે છે. ઉપરાંત દરિયાકાંઠાના ચાર જિલ્લાઓમાંથી લોકોને સ્થળાંતરિત કરવાનું કહેવામાં આવ્યું છે.
ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદ
ગંજમ જિલ્લા પ્રશાસને ગોપાલપુર સહિત તમામ બીચ બે દિવસ માટે બંધ કરી દીધા છે. જેથી લોકો, માછીમારો અને પ્રવાસીઓ ત્યાં ન જઈ શકે. મંગળવારના રોજ દરિયો ખૂબ જ તોફાની રહેવાની સંભાવના છે અને 12 મેના રોજ સ્થિતિ સુધરે તે પહેલાદરિયો વધારે તોફાની બનશે.  ચક્રવાતને કારણે સોમવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી મધ્યમ વરસાદ થયો હતો.
Tags :
Advertisement

.