Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના સાયન્સ સીટીમાં યોજાયું ગુજકોસ્ટ દ્વારા આયોજિત આઠમા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું “કર્ટેન રેઝર”સેશન

IIFS નો પ્રાથમિક હેતુ બધા દ્વારા વિજ્ઞાનની ઉજવણી કરવાનો છે. તેના સર્જનાત્મક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા IISF-2022, વૈજ્ઞાનિક સમુદાયો અને સામાન્ય જનતાને એકસાથે આવવા અને ભારત અને માનવતાની સુખાકારી માટે વિજ્ઞાનના ઉપયોગ થકી આનંદ અનુભવવાની તક પુરી પાડે છે. ભારતે અમૃતકાલમાં પ્રવેશ કર્યો છે જે દરમિયાન દરેક માટે વિજ્ઞાનને વધુ સુલભ બનાવવુ જરૂરી છે જેથી કરીને તેઓ જનભાગીદારીની સાચી ભાવન
02:16 PM Jan 08, 2023 IST | Vipul Pandya
IIFS નો પ્રાથમિક હેતુ બધા દ્વારા વિજ્ઞાનની ઉજવણી કરવાનો છે. તેના સર્જનાત્મક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા IISF-2022, વૈજ્ઞાનિક સમુદાયો અને સામાન્ય જનતાને એકસાથે આવવા અને ભારત અને માનવતાની સુખાકારી માટે વિજ્ઞાનના ઉપયોગ થકી આનંદ અનુભવવાની તક પુરી પાડે છે. 
ભારતે અમૃતકાલમાં પ્રવેશ કર્યો છે જે દરમિયાન દરેક માટે વિજ્ઞાનને વધુ સુલભ બનાવવુ જરૂરી છે જેથી કરીને તેઓ જનભાગીદારીની સાચી ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં ભાગ લઈ શકે. આ વર્ષની IISF માટેની થીમ વિજ્ઞાન ટેક્નોલોજી અને નવીનતાઓનો ઉપયોગ કરીને સામાજીક મુદ્દાઓને ઉકેલવાની ભાવનાને પ્રજ્વલિત કરશે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ-2022નો વ્યાપક પ્રસાર કરવા અને તેમાં આયોજિત થનારા વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ટેક્નોલોજિસ્ટ, નીતિ નિર્માતાઓ, કારીગરો, સ્ટાર્ટઅપ્સ અને ખેડુતો સહિતના લોકો જોડાય અને વિજ્ઞાન અને કૌશલ્ય દ્વારા રાજ્યના અને દેશના નિર્માણ માટે પોતાની ભાગીદારી નોંધાવે તે માટે ગુજકોસ્ટ દ્વારા ભારત સરકારના વિજ્ઞાન પ્રસારના સહયોગથી અમદાવાદ ગુજરાત સાયન્સ સિટી ખાતે આ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમના “કર્ટેન રેઝર” સેશનનુ આયોજન કરવામાં આવ્યુ. આ સત્રમાં વિજ્ઞાન પ્રસાર અને ગુજકોસ્ટના વૈજ્ઞાનિકો દ્વારા મહત્વપુર્ણ માહિતી આપવામાં આવી તેમજ વિજ્ઞાન પ્રસારના ડાયરેક્ટર ડો.નકુલ પરાશરે વર્ચ્યુઅલી રીતે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
આ સેશનમા IIFS ના આયોજકો દ્વારા વિદ્યાર્થીઓ, વિજ્ઞાન કોમ્યુનિકેટર્સ અને મીડિયાકર્મીઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.  આ વર્ષની થીમ “વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવિનતા સાથે અમૃતકાલ તરફ કુચ” છે.
આ પણ વાંચોઃ  અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો આજથી પ્રારંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CurtainRaiserGujaratFirstGUJCOSTIndiaInternationalScienceFestivalSciencefestival
Next Article