હાલ કેવડિયા છું પણ મારું મન મોરબીમાં છે : PM મોદી
રાજ્યના મોરબીમાં મચ્છુ નદી પરનો ઓવરબ્રિજ ધરાશાયી થતાં મોટી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નદીમાં પડી ગયા છે. આ અકસ્માતમાં 132 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કેવડિયાથી મોરબીમાં બનેલી ઘટના અંગે કહ્યું કે, હું હાલમાં કેવડિયામાં છું પણ મારું મન મોરબીમાં છે. તેમણે કહ્યું કે, મારું મન મોરબીના પિડીતો સાથે જોડાયેલું છે. PM મોદીએ મોરબીની àª
04:29 AM Oct 31, 2022 IST
|
Vipul Pandya
રાજ્યના મોરબીમાં મચ્છુ નદી પરનો ઓવરબ્રિજ ધરાશાયી થતાં મોટી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નદીમાં પડી ગયા છે. આ અકસ્માતમાં 132 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કેવડિયાથી મોરબીમાં બનેલી ઘટના અંગે કહ્યું કે, હું હાલમાં કેવડિયામાં છું પણ મારું મન મોરબીમાં છે. તેમણે કહ્યું કે, મારું મન મોરબીના પિડીતો સાથે જોડાયેલું છે.
PM મોદીએ મોરબીની દુઃખદ ઘટના પર આપી પ્રતિક્રિયા
મોરબીમાં બનેલી દુઃખદ ઘટના પર વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, મે મારા જીવનમાં આવી પીડા બહું ઓછી જોઇ હશે. એક તરફ દુઃખદ હ્રદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનો પથ છે. આ કર્તવ્ય પથી જવાબદારી લઇને હુ તમારી સાથે છું, પરંતુ કરૂણાથી ભરેલું મારું મન તે પિડીત પરિવારોના વચ્ચે છે. ઘટનામાં જે લોકોને પોતાનું જીવન ગુમાવવું પડ્યું છે હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છે.
દુઃખના આ સમયે સરકાર તેમની સાથે છે. રાજ્ય સરકાર પૂરી શક્તિ સાથે ગત રાત્રિથી જ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકરાને પૂરી મદદ આપવામાં આવી રહી છે. બચાવ કમાગીરીમાં NDRFની ટીમને લગાવવામાં આવી છે. સેના અને વાયુસેના પણ બચાવ કામગીરીમાં જોડાયેલી છે. જે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યા પણ પૂરી કાળજી લેવામાં આવી રહી છે. લોકોને મુશ્કેલીઓ ઓછી થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ઘટનાના સમાચાર મળતા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રિથી જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગત રાત્રિથી તેમણે રાહત અને બચાવ કામગીરીની કમાન સંભાળેલી છે. આ ઘટનાની તપાસ માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે. હુ દેશના લોકોને નિશ્ચિત કરું છું કે, રાહત અને બચાવની કામગીરીમાં કોઇ કમી નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના માહિતી વિભાગે જણાવ્યું છે કે સોમવારે સવાર સુધીમાં 32 થી વધુ લોકોના મોત થયા છે. 177 લોકોને બચાવી લેવાયા છે. 19ની સારવાર ચાલી રહી છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ બચાવ કાર્યમાં લાગેલા છે. સ્થાનિક લોકો અને સરકારી અધિકારીઓએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ પુલ એક પિકનિક સ્પોટ છે, જ્યાં વીકેન્ડ અને રજાઓમાં ભારે ભીડ જોવા મળે છે.
આ પણ વાંચો - કેવી રીતે તૂટ્યો મોરબીનો બ્રિજ? જુઓ આ વિડીયોમાં
Next Article