સાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો, આંદોલનો વિશે કરી આ વાત
રાજ્યમાં અંગદાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે ત્યારે સાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો છે. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ ગીતકાર મનુભાઈ રબારીના સંકલનથી આ ગરબો તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં અંગદાનની પ્રેરણા વધારવા 'હાલો અંગદાન કરવા સંકલ્પ કરીએ' આ ગરબો લોન્ચ કરાયો છે.આ તકે ગૃહ રાજ્ય અને સાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષ
10:22 AM Sep 18, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં અંગદાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે ત્યારે સાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો છે. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ ગીતકાર મનુભાઈ રબારીના સંકલનથી આ ગરબો તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં અંગદાનની પ્રેરણા વધારવા "હાલો અંગદાન કરવા સંકલ્પ કરીએ" આ ગરબો લોન્ચ કરાયો છે.
આ તકે ગૃહ રાજ્ય અને સાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પહેલા સૌથી વધારે અગદાન સુરત અને અમદાવાદના થતા હતા પણ હવે અન્ય જીલ્લાઓમા પણ અંગદાન થઈ રહ્યુ છે. હું દેસમુખભાઈને અભિનંદન આપુ છું. રાજ્યમાં અમદાવાદ સિવાય અન્ય પાંચ લોકેશનમાં અંગદાનની પ્રવત્તિ થઈ રહી છે. માણસના મૃત્યુ બાદ યોગ્ય સમયે જો તેની અંગ મળી જાય તો અન્ય વ્યક્તિને જીવન મળી શકે છે. ડૉક્ટરોને તો અભિનંદન છે જ પણ સામાજીક સંસ્થાઓને વિશેષ અભિનંદન આપવા માંગુ છું.
ગુજરાત પોલીસ અંગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ગ્રીન કોરિડોર આપે છે જે અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ છે. અમદાવાદ સિવિલથી એરપોર્ટ સુધી માત્ર 6 મીનીટમાં ગુજરાત પોલીસ અંગ પહોંચાડે છે. સામાન્ય રીતે VIPનો કાફલો પણ 6 મિનીટમાં નથી પહોંચતો.
આંદોલનકારીઓ સાથે બેઠકો થઈ રહી છે, યોગ્ય માગણી પર ચર્ચા કરી અને યોગ્ય સમયે નિર્ણય થઈ રહ્યાં છે. સરકારના નિર્ણયને સારી રીતે વાંચશે તો તેમને પણ સંતોષ મળશે. માજી સૈનિકોનાની માંગને લઈને બેઠક કરી હતી અને તેમની મોટા ભાગની માંગણીઓ સ્વિકારી છે. તેમની જમીનની માંગણી કરી રહ્યાં છે જે આપણે આટલા લોકોને તરત જમીન આપી શકતા નથી.
Next Article