ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

CSK કેપ્ટન ધોની IPL ની તૈયારીઓ માટે પહોંચ્યો સુરત, 20 દિવસ યોજાશે કેમ્પ

IPL 2022 શરૂ થાય તે પહેલા કેપ્ટન MS ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેમ્પ માટે સુરત પહોંચી ગયો છે. CSKનો કેમ્પ સુરતમાં જ છે અને આ માટે ધોની ત્યાં પહોંચ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ જાણકારી આપી છે.એક અહેવાલ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેમ્પ સુરતમાં 20 દિવસ સુધી ચાલશે. તેની શરૂઆત 2 માર્ચથી જ થઈ છે. CSKની ટીમ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સાંજે પ્રેક્ટિસ કરશે અને અહીં ફિટનેસ સેશન પણ યોજાશà«
08:00 AM Mar 03, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
IPL 2022 શરૂ થાય તે પહેલા કેપ્ટન MS ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેમ્પ માટે સુરત પહોંચી ગયો છે. CSKનો કેમ્પ સુરતમાં જ છે અને આ માટે ધોની ત્યાં પહોંચ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ જાણકારી આપી છે.
એક અહેવાલ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેમ્પ સુરતમાં 20 દિવસ સુધી ચાલશે. તેની શરૂઆત 2 માર્ચથી જ થઈ છે. CSKની ટીમ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સાંજે પ્રેક્ટિસ કરશે અને અહીં ફિટનેસ સેશન પણ યોજાશે. એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવો આ કેમ્પનો ભાગ બનવા જઈ રહ્યા છે.

IPL લીગની વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 15મી સીઝનની તૈયારી માટે ગુજરાતના સુરતમાં તેમનો પ્રશિક્ષણ શિબિર ગોઠવશે. આ માટે CSKનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સુરત પહોંચી ગયો છે. ફ્રેન્ચાઇઝીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ધોનીનો ફોટો શેર કરીને આ જાણકારી આપી છે. ધોનીના નેતૃત્વમાં ટીમના મોટા ભાગના ખેલાડીઓ 7 માર્ચથી સુરતના લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં તેમની પ્રેક્ટિસ શરૂ કરશે.
ધોની સહિત ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ શહેરની એક ખાનગી હોટલમાં રોકાશે. પૂરી ટીમ બાયો બબલમાં હશે. ટીમ મેનેજમેન્ટ તેના ખેલાડીઓની હોટલથી સ્ટેડિયમ સુધી અવર-જવર માટે અલગ વ્યવસ્થા કરશે. પ્રેક્ટિસ દરમિયાન પણ સ્ટેડિયમ સ્ટાફને ગ્રાઉન્ડ પર જવા દેવામાં આવશે નહીં. ડિફેન્ડિંગ ચેમ્પિયન 7 થી 22 માર્ચ સુધી સુરતમાં ટ્રેનિંગ કરશે.

પ્રેક્ટિસ ઉપરાંત ધોનીની ટીમ લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચ પણ રમશે. જો ટીમનો કોઈ ખેલાડી વોર્મ-અપ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે, અથવા તેને તબીબી સહાયની જરૂર પડશે, તો તેને મહાવીર અને સનશાઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. હોસ્પિટલમાં બાયો બબલ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી ખેલાડીઓને તેમની ટીમમાં પાછા જોડાવા માટે ક્વોરેન્ટિન સમયગાળામાંથી પસાર થવું ન પડે.
આ વખતે 12 ડબલ હેડર મેચ થશે. આ વખતે 26 માર્ચથી શરૂ થનારી IPL 2022ની મેચો માટે તમામ 10 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે.
Tags :
CricketGujaratFirstIPLIPL2022LalbhaiContractorStadiummsdhoniPracticeSportsSurat