Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ, પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તોએ કર્યા દર્શન

ભગવાન શામળિયાના દર્શન કરવા શામળાજીમાં ભક્તોની ભીડ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને કરાયા વિશેષ શણગારનિજ મંદિરને ફૂલોથી શણગારાયુંપોષી પૂર્ણિમાના દર્શનનું છે વિશેષ મહત્વભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો બન્યા ધન્યયાત્રાધામ શામળાજી (Shamlaji) ખાતે દર પૂર્ણિમાએ પુનમીયા ભક્તો ભગવાન શામળિયાના દર્શને આવતા હોય છે ત્યારે આજે પોષી પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવાર
યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ  પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તોએ કર્યા દર્શન
  • ભગવાન શામળિયાના દર્શન કરવા શામળાજીમાં ભક્તોની ભીડ 
  • પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને કરાયા વિશેષ શણગાર
  • નિજ મંદિરને ફૂલોથી શણગારાયું
  • પોષી પૂર્ણિમાના દર્શનનું છે વિશેષ મહત્વ
  • ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો બન્યા ધન્ય
યાત્રાધામ શામળાજી (Shamlaji) ખાતે દર પૂર્ણિમાએ પુનમીયા ભક્તો ભગવાન શામળિયાના દર્શને આવતા હોય છે ત્યારે આજે પોષી પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટયા હતા. ભક્તોએ ભગવાન શામળિયાના શરણે અને ચરણે આવી દર્શન કરી ધન્ય બન્યા હતા.
પૂર્ણિમાએ ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ
પૂર્ણિમાએ ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોવાને લઇ મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા જ્યારે પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાનાના મંદિરને વિશેષ ફૂલો થી શણગારાયું હતું. ભગવાન શામળિયાને પણ વિશેષ સોનાના આભૂષણો થી શણગાર કરાયા હતા. અનેક ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવવાની સાથે પોતાની માનતા પુરી કરી હતી.

વહેલી સવારથી જ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ
વહેલી સવારથી જ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. પુનમના પાવન પર્વે સામાન્ય રીતે હજારોની સંખ્યામાં ભાવિકો ભગવાન શામળિયાના દર્શન માટે આવતા હોય છે અને તે રીતે જ આજે પણ ભક્તો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. આજે દિવસભર ભક્તો શામળિયાના દર્શન કરશે. ભક્તો વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા.
યાત્રાધામોમાં ભક્તોનો ધસારો
પુનમના દિવસે યાત્રાધામોમાં ભક્તો ભગવાનના દર્શન કરવા જાય છે. આજે મા અંબાનો પ્રાગટ્ય દિન છે અને તેથી મા અંબાના દર્શન માટે અંબાજીમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ડાકોરમાં પણ કાળીયા ઠાકરના દર્શન માટે હજારો ભાવિકો ઉમટ્યા છે. ખેડબ્રહ્મા ખાતે પણ માતાજીના દર્શન માટે હજારો ભક્તો આવી રહ્યા છે. પાવાગઢમાં પણ મા કાળીના દર્ભશન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. યાત્રાધામોમાં પુનમના દિવસે  ભક્તોના ધસારાને પહોંચી વળવા ખાસ તૈયારીઓ પણ કરાઇ છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.