Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યો રેઈન ડાન્સ, વાયરલ થયો વિડીયો

ફૂટબોલ જગતનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં પરિવાર સાથે રજાઓ મનાવતો જોવા મળે છે. જોકે આ વર્ષે ફીફા વર્લ્ડ કપ પણ રમાવાનો છે. આ પહેલા રોનાલ્ડો ફ્રેશ થવા માટે પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. આ રજાઓ દરમિયાનનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રોનાલ્ડો ઉનાળુ વેકેશનના ફૂલ ટુ મોડમાં જોવાં મળી રહ્યો છે. મસ્તી કરતી વખતે રેનઇ ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં તેનો પર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યો રેઈન ડાન્સ  વાયરલ થયો વિડીયો
ફૂટબોલ જગતનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં પરિવાર સાથે રજાઓ મનાવતો જોવા મળે છે. જોકે આ વર્ષે ફીફા વર્લ્ડ કપ પણ રમાવાનો છે. આ પહેલા રોનાલ્ડો ફ્રેશ થવા માટે પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. આ રજાઓ દરમિયાનનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રોનાલ્ડો ઉનાળુ વેકેશનના ફૂલ ટુ મોડમાં જોવાં મળી રહ્યો છે. 
મસ્તી કરતી વખતે રેનઇ ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં તેનો પરિવાર પણ રોનાલ્ડો સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સ્ટાર ફૂટબોલર રોનાલ્ડો ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી સાથે આ દિવસોમાં સ્પેનિશ શહેર મેજોર્કામાં ઉનાળાની રજાઓ મનાવી રહ્યો છે. 
Advertisement

રોનાલ્ડો સાથેના વિડીયોમાં તેની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ અને બંન્ને બાળકો જોવાં મળે છે. 37 વર્ષીય રોનાલ્ડોએ આ વીડિયો ટિક ટોક માટે બનાવ્યો હતો, જેને ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
રોનાલ્ડોએ વર્તમાન સિઝનમાં માન્ચેસ્ટર યુનાઈટેડ માટે 24 ગોલ કર્યા છે. રોનાલ્ડો 27 જૂને તેની ઇંગ્લિશ ક્લબમાં જોડાઈ શકે છે. રોનાલ્ડો આ વર્ષે ફિફા વર્લ્ડ કપમાં પોતાના દેશ પોર્ટુગલ માટે રમશે. ફૂટબોલની આ સૌથી મોટી ટુર્નામેન્ટ 22 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી કતારમાં રમાશે. 
તાજેતરમાં જ રોનાલ્ડોએ પહાડો પર ફરવા માટે તેના બોડીગાર્ડ પાસેથી રૂ. 16 કરોડની બુગાટી કાર મંગાવી હતી.જેને લાવતી વખતે બોડી ગાર્ડ અકસ્માતનો ભોગ બન્યો હતો. જોકે, આ અકસ્માતમાં બોડીગાર્ડને કોઈ ઈજા થઈ ન હતી. રોનાલ્ડોની બુગાટી કાર એક ઘરમાં ઘૂસી ગઈ.
તમને જણાવી દઈએ કે રોનાલ્ડો પાસે મોંઘી કારોનું શાનદાર કલેક્શન છે., રોનાલ્ડો પાસે બુગાટી ઉપરાંત એસ્ટન માર્ટિન, બેન્ટલી અને ફેરારી મોન્ઝા પણ છે. તેની સૌથી મોંઘી કાર 66 કરોડની છે.
Tags :
Advertisement

.