Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નારાયણ સાંઇ સામે ગુનો નોંધાયો, જાણો શું છે મામલો

બહુ ચર્ચિત આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.સુરત સેશન કોર્ટમાં ચાલી રહેલ કેસમાં જામીન મેળવવા માતાની માંદગીનુ ખોટું સર્ટીફીકેટ રજૂ કર્યું હતું. ખોટા સર્ટીફીકેટ અંગે હાઇકોર્ટને જાણ થતાં સોલામાં ફરિયાદ નોંધવામાં આવી છે.ગુજરાત હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટરે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાવી છે જે મુજબ સુરત સà
12:18 PM Apr 07, 2022 IST | Vipul Pandya
બહુ ચર્ચિત આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.સુરત સેશન કોર્ટમાં ચાલી રહેલ કેસમાં જામીન મેળવવા માતાની માંદગીનુ ખોટું સર્ટીફીકેટ રજૂ કર્યું હતું. ખોટા સર્ટીફીકેટ અંગે હાઇકોર્ટને જાણ થતાં સોલામાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટરે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાવી છે જે મુજબ સુરત સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ કેસમાં નારાયણ સાઈ જેલમાં છે.જેલમાંથી જામીન મેળવવા નારાયણ સાંઈએ માતાની માંદગીનું સર્ટીફીકેટ પણ રજૂ કર્યું હતું.રજૂ કરેલ સરિટીફીકેટ ચકાસવા હાઇકોર્ટે ભરૂચ એસપીને હુકમ કર્યો હતો.

ભરૂચ એસપીએ સર્ટીફીકેટ ચેક કરતા તેમાં કેટલાક સુધારા વધારા કર્યા હતા જેથી સર્ટીફીકેટ અસલ ના હોવાનું જાણવા મળ્યું હતું જે મામલે ભરૂચ એસપીએ હાઇકોર્ટમાં રિપોર્ટ કર્યો હતો.હાઇકોર્ટ દ્વારા આ મામલે ડેપ્યુટી રજીસ્ટરને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું જેથી હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટરે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાવી છે.સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે..


Tags :
GujaratFirstnarayansaisolahighcourtpolicestation
Next Article