ભંગારના વેપાર માટે બોગસ પેઢી બનાવી લાખોની કરી ઉચાપત, નવસારીમાં GST ચોરીનો પર્દાફાશ
રાજ્યમાં GST ચોરીનું દૂષણ વકરી રહ્યું છે. છાશવારે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે નવસારીમાં (Navsari)લાખોની GST ચોરીનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ભેજાબાજ શખ્સે ભંગારના વેપારી (scrap trade) માટે બોગસ પેઢી (Bogus firm)બનાવી લાખો રૂપિયાનો સરકારને ધુંબો માર્યો હોવાની કારસ્તાન સામે આવ્યું છે.GST વિભાગના 3B રિટર્નમાં તપાસમાં પર્દાફાશ નવસારીમાં લાખોની GST ચોરી અંગે જાણવા મળતી વિગત અનુસàª
01:42 PM Dec 17, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં GST ચોરીનું દૂષણ વકરી રહ્યું છે. છાશવારે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે નવસારીમાં (Navsari)લાખોની GST ચોરીનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ભેજાબાજ શખ્સે ભંગારના વેપારી (scrap trade) માટે બોગસ પેઢી (Bogus firm)બનાવી લાખો રૂપિયાનો સરકારને ધુંબો માર્યો હોવાની કારસ્તાન સામે આવ્યું છે.
GST વિભાગના 3B રિટર્નમાં તપાસમાં પર્દાફાશ
નવસારીમાં લાખોની GST ચોરી અંગે જાણવા મળતી વિગત અનુસાર થાલા ગામે ભંગારના વેપાર માટે બોગસ પેઢી બનાવી લાખોની GST ચોરીની ઘટના GST વિભાગના 3B રિટર્નમાં તપાસ દરમિયાન સામે આવી છે. જેમાં વેપારીઓએ GSTમાં ઈનપુટ ક્રેડિટ મેળવી 10 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું ઉઘાડું પડ્યું છે.
SOG પોલીસે દરોડો પાડી કાવતરનો પર્દાફાશ કર્યો
આ મામલલે GST ના અઘિકારીઓની ઊંડી તપાસમાં અબ્દુલ ગફાર શેખે બોગસ દસ્તાવેજોના આધારે પેઢી બનાવી હોવાનું સામે આવ્યું હતું. ઇન્ડિયા સ્ટીલ નામની બોગસ પેઢી બનાવી લીધા બાદ GST નંબર મેળવ્યો હતો. ત્યારબાદ અબ્દુલ અન્ય ભંગારના વેપારીને GST નંબર આપતો હતો અને તેના બદલામાં મહિને 50 હજાર જેવી તગડી રકમ મેળવ્યા હતા. આ અંગે નવસારી SOG પોલીસે દરોડો પાડી કાવતરનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક પોલસ મથકમાં ગુનો નોંધી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરીછે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article