Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેનાના હેલિકોપ્ટરો કેમ બની રહ્યાં છે દુર્ઘટનાનો ભોગ?

અરૂણાચલ પ્રદેશના (Arunachalpradesh) તુતિંગ પાસે શુક્રવારે ભારતીય સેનાના એક એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH)ના ક્રેશ થવાની ઘટનાએ ફરી એકવાર સૈન્ય હેલિકોપ્ટરો અને વિમાનો સાથે જોડાયેલી દુર્ઘટનાની વધતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી દીધી છે. આર્મી એવિએશન વિંગથી સંબંધિત બે એન્જીનવાળું સ્વદેશી તકનીકથી વિકસિત હેલિકોપ્ટર ધ્રુવ સરહદી રાજ્યના ઉપકી સિયાંગ જિલ્લાના મિગિંગ ગામમાં ક્રેશ થઈ ગયું હતુ જે
સેનાના હેલિકોપ્ટરો કેમ બની રહ્યાં છે દુર્ઘટનાનો ભોગ
અરૂણાચલ પ્રદેશના (Arunachalpradesh) તુતિંગ પાસે શુક્રવારે ભારતીય સેનાના એક એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH)ના ક્રેશ થવાની ઘટનાએ ફરી એકવાર સૈન્ય હેલિકોપ્ટરો અને વિમાનો સાથે જોડાયેલી દુર્ઘટનાની વધતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી દીધી છે. આર્મી એવિએશન વિંગથી સંબંધિત બે એન્જીનવાળું સ્વદેશી તકનીકથી વિકસિત હેલિકોપ્ટર ધ્રુવ સરહદી રાજ્યના ઉપકી સિયાંગ જિલ્લાના મિગિંગ ગામમાં ક્રેશ થઈ ગયું હતુ જે બાદ સેના અને ભારતીય વાયુ સેનાએ મોટાપાયે સર્ચ અને બચાવકાર્ય શરૂ કર્યું.
કેમ થઈ રહી છે દુર્ઘટના?
છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેય સેનાઓના 17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ચુક્યા છે. વર્ષ 2017થી વર્ષ 2021 વચ્ચે કુલ 17 અકસ્માત થયાં જેમાં એકલા ઓક્ટોબરમાં બે અઠવાડિયામાં જ બે દુર્ઘટના ઘટી છે. આખરે આ દુર્ઘટના થવા પાછળનું કારણ શું છે? આવા અકસ્માતો થવા પાછળનું કારણ ટેક્નિકલ ખામીઓ છે કે પછી હવામાન સાથે જોડાયેલી મુશ્કેલીઓ?
છેલ્લા પાંચ વર્ષમાં થયેલી દુર્ઘટના
  • 21 ઓક્ટોબર 2022: અરુણાચલ પ્રદેશના લોઅર સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામમાં રુદ્ર હેલિકોપ્ટર ક્રેશ થયું. તેમાં પાંચ જવાન સવાર હતા.
  • 05 ઑક્ટોબર 2022: અરુણાચલ પ્રદેશના કે તવાંગમાં ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું, એક પાયલોટ શહિદ થયા.
  • 08 ડિસેમ્બર 2021: ભારતીય વાયુસેનાનું Mi-17 V5 હેલિકોપ્ટર ચેન્નાઈ નજીક ક્રેશ થયું, જેમાં CDS બિપિન રાવત સહિત 14 લોકોના મોત થયા.
  • 18 નવેમ્બર 2021: ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું, એક જવાન ઘાયલ.
  • 21 સપ્ટેમ્બર 2021: ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું, બે જવાન શહીદ થયા.
  • 03 ઓગસ્ટ 2021: ભારતીય સેનાની એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર વેપન સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ (ALH-WSI) (રુદ્ર હેલિકોપ્ટર) ક્રેશ. બે યુવાન શહીદ થયાં હતા.
  • 25 જાન્યુઆરી 2021: ભારતીય સેનાનું ALH-WSI ક્રેશ, 1 સૈનિક શહીદ, અન્ય ઘાયલ.
  • 09 મે 2020: ભારતીય સેનાનું ALH ક્રેશ, 5 સૈનિકો ઘાયલ.
  • 24 ઓક્ટોબર 2019: ભારતીય સેનાનું ALH ક્રેશ, 9 સૈનિકો ઘાયલ.
  • 27 સપ્ટેમ્બર 2019: ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું. 2 જવાન શહીદ.
  • 10 એપ્રિલ 2019: ભારતીય નૌકાદળનું ચેતક હેલિકોપ્ટર ક્રેશ થયું, કોઈ શહીદ કે ઘાયલ થયું નહોતું.
  • 23 મે 2018: ભારતીય વાયુસેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં જવાનો ઘાયલ થયા હતા.
  • 03 એપ્રિલ 2018: ભારતીય વાયુસેનાનું Mi-17 V5 હેલિકોપ્ટર ક્રેશ થયું, કોઈ શહીદ કે ઘાયલ થયું નથી.
  • 06 ઓક્ટોબર 2017: ભારતીય વાયુસેનાનું Mi-17 V5 ક્રેશ, 7 સૈનિક શહીદ.
  • 05 સપ્ટેમ્બર 2017: ભારતીય સેનાનું ALH ક્રેશ, બે જવાન ઘાયલ થયા હતા.
  • 04 જુલાઈ 2017: ભારતીય વાયુસેનાનું ALH ક્રેશ, ત્રણ સૈનિક શહીદ થયાં હતા.
  • 15 માર્ચ 2017: ભારતીય વાયુસેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું, કોઈનું મૃત્યુ કે ઈજા થઈ નહોતી.
Advertisement
Tags :
Advertisement

.