Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિનિયર ક્લાર્કની ભરતી માટેની CPT પરીક્ષા પાછી ઠેલાઇ

ગુજરાતની સરકારી ભરતી પરીક્ષાઓને છેલ્લા કેટલાક સમયથી કોઇ ગ્રહણ લાગ્યું હોય તેમ લાગે છે. એક પછી એક એમ લગભગ દરેક પરીક્ષાની અંદર કઇને કોઇ સમસ્યા આવી રહી છે. એક પણ પરીક્ષા કે ભરતી વિના વિઘ્ને પુરી નથી થઇ રહી. થોડા સમય પહેલા GSSSB દ્વારા બિન સચિવાયલયની પરીક્ષાને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આ પરીક્ષા પાછી ઠેલાયા બાદ હવે વધુ એક પરીક્ષા પાછી ઠેલાઇ છે.  જેમાં GSSSB દ્વારા સિનિયર ક્લાર્ક (કોમ્પ્à
સિનિયર ક્લાર્કની ભરતી માટેની  cpt પરીક્ષા પાછી ઠેલાઇ
ગુજરાતની સરકારી ભરતી પરીક્ષાઓને છેલ્લા કેટલાક સમયથી કોઇ ગ્રહણ લાગ્યું હોય તેમ લાગે છે. એક પછી એક એમ લગભગ દરેક પરીક્ષાની અંદર કઇને કોઇ સમસ્યા આવી રહી છે. એક પણ પરીક્ષા કે ભરતી વિના વિઘ્ને પુરી નથી થઇ રહી. થોડા સમય પહેલા GSSSB દ્વારા બિન સચિવાયલયની પરીક્ષાને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આ પરીક્ષા પાછી ઠેલાયા બાદ હવે વધુ એક પરીક્ષા પાછી ઠેલાઇ છે.  જેમાં GSSSB દ્વારા સિનિયર ક્લાર્ક (કોમ્પ્યુટર)ની પરીક્ષા લેવાનારી CPT(કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ ) એક સપ્તાહ બાદ લેવાશે તેવી જાહેરાત કરવામા આવી છે.

ચેરમેને ટ્વિટ કરીને માહિતિ આપી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વર્તમાન અધ્યક્ષ એ.કે. રાકેશ દ્વારા આ માહિતિ આપવામાં આવી છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી છે. ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે ‘સિનિયર ક્લાર્ક પરીક્ષા (185)ના ઉમેદવારો માટે CPTની તારીખોમાં ફેરફાર થશે. જે લગભગ એક સપ્તાહ પાછળ કરવામાં આવશે. આજે સાંજ સુધીમાં GSSSB વેબસાઇટ પર તેનીવિગતો આપવામાં આવશે.’
Advertisement


24 ફેબ્રુ.થી 27 ફેબ્રુ. સુધી પરીક્ષા યોજાવાની હતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કની કુલ 1497 જગ્યા માટે ભરતી પ્રકિયા શરુ છે. જે માટે 24/02/2022 થી 27/02/2022 સુધી કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ (CPT) લેવામાં આવનાર હતી. જો કે કોઇ કારણોસર હવે આ પરીક્ષાને એક સપ્તાહ પાછળ ઠેલવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે આ બીજી પરીક્ષા છે કે જેને પાછળ ધકેલવામાં આવી છે. આ પહેલા બિનસચિવાલયની પરીક્ષાને સ્થગિત કરાઇ હતી.

GSSSBના નવા ચેરમેન એ.કે. રાકેશનનો નિર્ણય
રાજ્યમાં થોડા સમય પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયું હતું. ત્યારબાદ આ મુદ્દે ઘણો વિવાદ પણ થયો હતો. ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળ (જીએસએસએસબી)ના અધ્યક્ષ અસિત વોરાએ રાજીનામુ આપ્યું હતું. જેથી GSSSBના ઇન્ચાર્જ ચેરમેન તરીકે એ.કે. રાકેશની નિમણૂંક કરવામાં આવી હતી. 
Tags :
Advertisement

.