Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોહી ચૂસનારાં વ્યાજ ખોરો સામે સીપી એ કરી લાલ આંખ,આપ પાર્ટી ની મહિલા પ્રમુખ નો વ્યાજખોર પતિ ફરાર

સુરતમાં ઊંચા દરે વ્યાજના નામે લોહી ચૂસનારા વ્યાજખોરો સામે સુરત પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. સુરત પોલીસે વ્યાજખોરો સામે મુહિમ ઉપાડી છે.જે અંતર્ગત પોલીસ વ્યાજખોરોના આતંક વિરુધ સામૂહિક કેસ કરી રહી છે.અગાઉ ઝોન 5ના પોલીસ મથકમાં પોલીસે એક સાથે અનેક વ્યાજખોરો સામે કેસ કર્યા હતા અને હવે અડાજણ,વરાછા જેવા વિસ્તારો માંથી વ્યાજખોરોની ધરપકડ કરી હતી.સુરત પોલીસ ઝોન 4માં આવેલ ખટોદરા અને પાંડà
લોહી ચૂસનારાં વ્યાજ ખોરો સામે સીપી એ કરી લાલ આંખ આપ પાર્ટી ની મહિલા પ્રમુખ નો વ્યાજખોર પતિ ફરાર
સુરતમાં ઊંચા દરે વ્યાજના નામે લોહી ચૂસનારા વ્યાજખોરો સામે સુરત પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. સુરત પોલીસે વ્યાજખોરો સામે મુહિમ ઉપાડી છે.જે અંતર્ગત પોલીસ વ્યાજખોરોના આતંક વિરુધ સામૂહિક કેસ કરી રહી છે.અગાઉ ઝોન 5ના પોલીસ મથકમાં પોલીસે એક સાથે અનેક વ્યાજખોરો સામે કેસ કર્યા હતા અને હવે અડાજણ,વરાછા જેવા વિસ્તારો માંથી વ્યાજખોરોની ધરપકડ કરી હતી.
સુરત પોલીસ ઝોન 4માં આવેલ ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકના વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી કરી હોવાનું સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે પોલીસે ટીમ બનાવી પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં કુલ 14 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે જેમાંથી 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.જે ગેરકાયદેસર ઊંચું વ્યાજ વસૂલી હેરાન કરતા હતા, વ્યાજના ચંગુલમાં ફસાયેલા જરૂરિયાત મંદ લોકોની અવારનવાર પોલીસ પાસે આવતી ફરિયાદોને ધ્યાને રાખી ઝોન ફોરમાં આવેલ પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં વ્યાજખોરોના ફરિયાદ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
એક સાથે બંને પોલીસ મથકો મળીને 14 જેટલા વ્યાજખોરો સામે એક સાથે ગુના નોંધ્યો છે . વ્યાજખોરો મુદ્દલ પર બમણાથી પણ ત્રણ ગણું વ્યાજ વસૂલી લોકોને હેરાન પરેશાન કરતા હતા.આ તમામ વ્યાજખોરો મળી 19 લાખ 51 હજારનું ધિરાણ કરી તેની સામે 37 લાખ 10 હજાર 100 નું તો માત્ર વ્યાજ જ વસૂલ કરી ઉઘરાણી કરવમાં આવતું હતું. આ અસહિય વ્યાજની રકમ મેવવા માટે રૂપિયા આપનારને પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હતા.જેમની સામે પોલીસે એક સાથે કાર્યવાહી કરી 12 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સુરત માં અધધ 5% થી લઈ 70 ટકા સુધીનું વ્યાજ વસૂલતા પોલીસે કાર્યવાહી કરી છે , સુરત સીપી એ કહ્યું હતું કે વ્યાજ પર ધિરાણ કરવાનો ધંધો લોકો કરી શકે છે પરંતુ તેના પણ કેટલાક ધારા ધોરણો અને નિયમો લાગુ છે. કોઈપણ વ્યક્તિ કોઈની પણ પાસેથી વાર્ષિક 18% એટલે કે મ્હીને દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલી શકતો નથી. પરંતુ અહીં તો મહિને પાંચ ટકાથી લઈ ૭૦ ટકા સુધીનું વ્યાજ વસૂલાત કરવામાં આવે છે.લોકો આર્થિક ભીષ્મ આવીને મહામુસીબતમાં મુકાયા હોય ત્યારે ન છૂટકે વ્યાજે રૂપિયા લેતા હોય છે.અને આવા લોકોનો લાભ આવા વ્યાજખોરો ઉપાડે છે.આવા જરૂરિયાતમંદ લોકો એક વાર રૂપિયા લીધા બાદ આજીવન વ્યાજના ચંગુલમાં જ ધકેલાયા છે. જેથી પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં આવેલી વ્યાજખોરો સામેની તમામ ફરિયાદોમાં પોલીસે એક સાથે કાર્યવાહી કરી.


સુરત આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખના પતિ સામે પણ ગુનો નોંધાયો છે:
વ્યાજના ચંગોલ માં ફસાયેલા ભોગ બનનારને બહાર કાઢવાની સુરત પોલીસ મુહિમ ઉપાડી રહી છે.સાથે જ આપ પાર્ટી ના મહિલા મોરચાના પ્રમુખના પતિ સામે ગુનો નોંધાયા હોવાનું પર સુરત સીપી એ જણાવ્યું હતું,પોલીસની વ્યાજખોરોની આ કાર્યવાહી સામે સુરત આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખના પતિ સામે પણ ગુનો નોંધાયો છે. મહિલા મોરચાના પ્રમુખ ના પતિ ગૌતમ પટેલ સામે પાંડેસરા પોલીસ મથકમાં ઊંચું અને ગેરકાયદેસર રીતે વ્યાજ લઈ પઠાણી ઉઘરાણી કરવાનો ગુનો નોંધાયો છે. હાલ સુરત પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.જોકે પોલીસે આપના મહિલા મોરચાના પ્રમુખના પતિ ની ધરપકડ કરી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આવનારા સમયમાં ગૌતમ પટેલની પણ ધરપકડ થઈ શકે છે. હાલ ગૌતમ પટેલ ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.