IPLને કોરોનાનું ગ્રહણ, આ ટીમનો સદસ્ય સંક્રમિત
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 15મી સિઝનની 24 મેચ રમાઈ ચુકી છે. 25મી મેચ પહેલા IPL 2022માં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમનો એક મહત્વપૂર્ણ સભ્ય કોરોનાથી સંક્રમિત થયો છે. દિલ્હી કેપિટલ્સે તેની આગામી મેચ 16 એપ્રિલ શનિવારના રોજ રમવાની છે. મેચ પહેલા ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે.IPL દ્વારા જાહેર કરવામાં આવેલા મીડિયા અપડેટમાં ક
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 15મી સિઝનની 24 મેચ રમાઈ ચુકી છે. 25મી મેચ પહેલા IPL 2022માં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમનો એક મહત્વપૂર્ણ સભ્ય કોરોનાથી સંક્રમિત થયો છે. દિલ્હી કેપિટલ્સે તેની આગામી મેચ 16 એપ્રિલ શનિવારના રોજ રમવાની છે. મેચ પહેલા ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે.
IPL દ્વારા જાહેર કરવામાં આવેલા મીડિયા અપડેટમાં કહ્યું કે દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19ના ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે. હાલમાં તે આઈસોલેશનમાં છે. હાલમાં દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ તેની નજીકથી નજર રાખી રહી છે. હાલમાં તે ટીમ સાથે મુસાફરી કરશે નહીં અને તે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇન રહી શકે છે. આ સિવાય IPL 2022માં અત્યાર સુધી એક પણ કોરોના કેસ સામે આવ્યો નથી.
ભારતમાં કોરોનાના વધતા જતા કેસને કારણે IPL2020ની આખી સિઝન UAEમાં રમાઈ હતી. જ્યારે IPL 2021ની અડધી સિઝન કોરોનાના કેસને કારણે સ્થગિત કરવી પડી હતી. IPL 2021નો પહેલો પાર્ટ ભારતમાં રમાયો હતો, જ્યારે IPLની 14મી સિઝનનો બીજો પાર્ટ UAEમાં યોજાયો હતો.
Advertisement