Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ, કલેકટર દ્વારા મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરાઈ

રાજ્યભરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની(Gujarat Assembly Elections) મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટેની મતગણતરીની તૈયારીઓનો તાગ મેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક દ્વારા ગાંધી એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લઈ મતગણતરીની આખરી તૈયારીઓની સમીક્ષા કરી હતીજિલ્લા કલેક્ટર આયુષ  તૈયારી ઓનું નિરીક્ષણ કરી મતગણતરીની તમામ તૈયારી ઓ
02:54 PM Dec 07, 2022 IST | Vipul Pandya
રાજ્યભરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની(Gujarat Assembly Elections) મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટેની મતગણતરીની તૈયારીઓનો તાગ મેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક દ્વારા ગાંધી એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લઈ મતગણતરીની આખરી તૈયારીઓની સમીક્ષા કરી હતી

જિલ્લા કલેક્ટર આયુષ  તૈયારી ઓનું નિરીક્ષણ કરી 
મતગણતરીની તમામ તૈયારી ઓનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પાર્કિંગથી લઈને સ્ક્રિનીંગ સુધીની વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે તા.૮મીએ ઉમેદવારો અને ઓબ્ઝર્વરશ્રીઓની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે, ત્યારબાદ સવારે ૮ નાં ટકોરે મતગણતરી હાથ ધરાશે. 
જિલ્લા કલેક્ટરે ફરજ પરના અધિકારીઓ  સાથે  ચર્ચા કરી                 
સુરત જિલ્લા કલેક્ટરે ફરજ પરના અધિકારીઓને ચૂંટણી ફરજ સંદર્ભે આવશ્યક સૂચનાઓ પણ આપી હતી. સાથે જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સાથે આવતી કાલે થનાર મતગણતરીની ચર્ચો કરી હતી

ગાંધી કોલેજ ખાતે ૧૦ વિધાનસભા બેઠકોની મતગણતરી થશે
નોંધનીય છે કે, સુરત શહેરની એસ.વી.એન.આઈ.ટી. કોલેજ ખાતે ૬ તથા એસ. એન્ડ એસ.એસ. ગાંધી કોલેજ ખાતે ૧૦ વિધાનસભા બેઠકોની મતગણતરી થશે. 
જેમાં SVNIT ખાતે ૧૫૯-સુરત પૂર્વ, ૧૬૦-સુરત ઉત્તર, ૧૬૧-વરાછા રોડ, ૧૬૨-કરંજ, ૧૬૩-લિંબાયત, ૧૬૫-મજુરા વિધાનસભા જ્યારે ગાંધી કોલેજમાં ૧૫૫-ઓલપાડ, ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૪- ઉધના, ૧૬૬-કતારગામ, ૧૬૭ -સુરત પશ્ચિમ, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯- બારડોલી, ૧૭૦-મહુવા વિધાનસભાની મતગણતરી હાથ ધરવામાં આવશે.  
આપણ  વાંચો-  સિંઘરોટ ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ, 121 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022DistrictCollectorElectionElection2022GandhiCollegeGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstpoliceofficerSurat
Next Article