Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સામાજીક અને રાજકીય મૂલ્યો ઘસાતા જઈ રહ્યા છે, જેના ખાડા અને ભુવા આપણને આપણા રોડ રસ્તા ઉપર દેખાય છે.

આજે પણ જેને આપણે જૂનું અમદાવાદ કહીએ છીએ કે દરવાજાઓની અંદરનું અમદાવાદ, શહેરના રસ્તાઓ, તેના પાણીના નિકાલની ગટર વ્યવસ્થા એટલા સારા છે કે ત્યાં પાણી ભરાવાના કે રસ્તાઓ તૂટવાના બનાવો જવલ્લે જ બને છે. એવું જ મૂળ જુના વડોદરા શહેરનું પણ એ જમાનાનું શહેરી નિર્માણ માટેની દીર્ઘ દ્રષ્ટિનું ઉદાહરણ  બને છે. જ્યારે આજે પ્રત્યેક ચોમાસાના પહેલા જ વરસાદમાં નવા અમદાવાદના નવા રસ્તાઓમાં ખાડા કે ભૂવàª
સામાજીક અને રાજકીય મૂલ્યો ઘસાતા જઈ રહ્યા છે  જેના ખાડા અને ભુવા આપણને આપણા રોડ રસ્તા ઉપર દેખાય છે
આજે પણ જેને આપણે જૂનું અમદાવાદ કહીએ છીએ કે દરવાજાઓની અંદરનું અમદાવાદ, શહેરના રસ્તાઓ, તેના પાણીના નિકાલની ગટર વ્યવસ્થા એટલા સારા છે કે ત્યાં પાણી ભરાવાના કે રસ્તાઓ તૂટવાના બનાવો જવલ્લે જ બને છે. એવું જ મૂળ જુના વડોદરા શહેરનું પણ એ જમાનાનું શહેરી નિર્માણ માટેની દીર્ઘ દ્રષ્ટિનું ઉદાહરણ  બને છે. 
જ્યારે આજે પ્રત્યેક ચોમાસાના પહેલા જ વરસાદમાં નવા અમદાવાદના નવા રસ્તાઓમાં ખાડા કે ભૂવા પડી જવા એક સાવ સામાન્ય બાબત બની ગઈ છે. એ પછી ચોમાસામાં અને ચોમાસા પછી એના સમારકામ પાછળ લખલૂંટ ખર્ચ કરવાની પ્રવૃત્તિ શરૂ થાય છે પણ બીજા ચોમાસામાં રીપેરીંગ થયેલા એ જ રસ્તાઓ પાછા મૂળ દશા માં આવી જાય છે. 
ભ્રષ્ટાચારના આ સામાજિક ને રાજકીય દૂષણની સાંઠગાંઠ નથી તો બીજું શું છે ? આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે બ્લેક લિસ્ટેડ થયેલા કોન્ટ્રાક્ટરોને થોડા સમય પછી સત્તામંડળોના સાંઠગાંઠને કારણે વ્હાઇટલીસ્ટેડ યાદીમાં મૂકી દેવાય છે.   
તાજેતરમાં જ અમદાવાદના આઉટસ્કર્ટમાં બની રહેલા એક નવો બ્રિજ અમુક જગ્યાએથી તૂટી પડ્યો અને તેના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા. થોડાક સમય પછી સાંભળવા મળ્યું તે મુજબ એ જ કોન્ટ્રાકટરને પૂનઃ એ જ કામ સોંપવામાં આવ્યું છે. અલબત્ત એના ટેકનિકલ કારણો હશે તેની ના નહીં પણ બધા વખત અને બધી જગ્યાએ અથવા તો મોટા પાયે આવા પ્રમાણો મળે ત્યારે સામાજીક અને રાજકીય મૂલ્યો ઘસાતા જઈ રહ્યા છે, જેના ખાડા અને ભુવા આપણને આપણા રોડ રસ્તા ઉપર દેખાય છે.
Advertisement
Tags :
Advertisement

.