Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાથી ચીનના શાંઘાઇ શહેરની સ્થિતિ બગડી, ત્રણ દર્દીઓના મોત, ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં જગ્યા ખૂટી

દુનિયા આખીને કોરોના મહામારીના ખપ્પરમાં હોમનારા ચીનની હાલત દિવસેને દિવસે વધારે ખરાબ થઇ રહી છે. ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસનો પ્રકોપ શરુ થયો છે. ચીનના સૌથી મોટા શહેર અને લગભગ 2 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈ શહેરમાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિયન્ટના કારણે કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શાંઘાઇમાં કોરોનાની નવી લહેરમાં ત્રણ દર્દીઓના મોત થયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને સોમવારે કહà
કોરોનાથી ચીનના શાંઘાઇ શહેરની સ્થિતિ બગડી  ત્રણ દર્દીઓના મોત  ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં જગ્યા ખૂટી
દુનિયા આખીને કોરોના મહામારીના ખપ્પરમાં હોમનારા ચીનની હાલત દિવસેને દિવસે વધારે ખરાબ થઇ રહી છે. ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસનો પ્રકોપ શરુ થયો છે. ચીનના સૌથી મોટા શહેર અને લગભગ 2 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈ શહેરમાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિયન્ટના કારણે કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શાંઘાઇમાં કોરોનાની નવી લહેરમાં ત્રણ દર્દીઓના મોત થયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને સોમવારે કહ્યું કે રવિવારે શાંઘાઈમાં કોવિડ-19થી ત્રણ દર્દીઓના મોત થયા છે. તમામ મૃતકોની ઉંમર 89 થી 91 વર્ષ જણાવવામાં આવી રહી છે અને ત્રણેયએ રસીનો એક પણ ડોઝ લીધો ન હતો.
મીડિયા અહેવાલો મુજબ ચીનમાં 1 માર્ચથી અત્યાર સુધીમાં કોવિડ-19ના 3,72,000 કેસ નોંધાયા છે. ગઇ કાલે એટલે કે રવિવારે શાંઘાઇમાં કોરોનાના 19,831 કેસ નોંધાયા છે. અગાઉ શનિવારે 21,582 કેસ નોંધાયા હતા. જો કે આ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા નથી મળ્યા. કોરોનાના લક્ષણોવાળા 2,417 નવા દર્દીઓ મળી આવ્યા છે.  શાંઘાઈની સ્થાનિક સરકારે ઔદ્યોગિક સાહસો માટે નવી COVID-19 માર્ગદર્શિકા જારી કરી છે. શાંઘાઈમાં ત્રણ વખત લોકોની વ્યાપક સ્તરે તપાસ પણ કરવામાં આવી છે.
એક મહિનામાં 20 કરોડ ટેસ્ટ
એવી પણ વાત સામે આવી છે કે 10 માર્ચથી અત્યાર સુધીમાં ચીનમાં 20 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 2019માં વુહાનમાં કોરોનાના પ્રકોપ બાદ હવે શાંઘાઈ અત્યાર સુધીનું સૌથી વધુ સંક્રમિત શહેર બન્યું છે. આ પહેલા માર્ચમાં ચીનમાં જિલિન પ્રાંતમાં કોરોનાથી બે લોકોના મોત થયા હતા. એક વર્ષ પછી ચીનમાં કોરોનાના કારણે મોત થયા હતા. ચીન કોરોના સામે કડક ઝીરો ટોલરન્સ નીતિનું પાલન કરે છે. જે અંતર્ગત વ્યાપક તપાસ કરવામાં આવી રહી છે. સેંકડો લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. અનેક શહેરમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં જગ્યા ખુટી
શાંઘાઈ અત્યાર સુધીની સૌથી ખરાબ કોરોના લહેર સામે લડી રહ્યું છે. ચીનની 'ઝીરો કોવિડ પોલિસી' હેઠળ અહીં કડક લોકડાઉન લાગુ છે. આમ છતા પણ કોરોનાના કેસ અટકતા નથી. શાંઘાઈમાં કોરોનાના કેસમાં વધારા પાછળનું કારણ ઓમિક્રોન હોવાનું માનવામાં આવે છે. કોરોનાના કારણે શાંઘાઈની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે દર્દીઓને રાખવા માટે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં જગ્યા નથી. શાળાઓ અને ઓફિસ બિલ્ડીંગોને ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ફેરવવામાં આવી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.