Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતીકાલથી 12થી 14 વર્ષના બાળકોને અપાશે કોરોનાની રસી, તમામ રાજ્યોને કેન્દ્ર દ્વારા અપાઈ સૂચના

કોરોના મહામારીથી બચવા માટે દરેક લોકો કોરોનાની રસી લેવી ખુબ જ જરૂરી છે. કેન્દ્ર સરકાર હવે 12થી 14 વર્ષના બાળકોને પણ રસી આપવાની જાહેરાત કરી છે. 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે. જેને લઈને આજે  કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું. તમામ રાજ્યોને જાણ કરવામાં આવી હતી કે 12-14 વર્ષની વયના તમામ બાળકો મા
આવતીકાલથી
12થી 14 વર્ષના બાળકોને અપાશે કોરોનાની રસી  તમામ રાજ્યોને કેન્દ્ર દ્વારા અપાઈ
સૂચના

કોરોના મહામારીથી બચવા માટે દરેક લોકો કોરોનાની રસી લેવી
ખુબ જ જરૂરી છે. કેન્દ્ર સરકાર હવે 12થી 14 વર્ષના બાળકોને પણ રસી આપવાની જાહેરાત
કરી છે. 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે. જેને લઈને આજે  કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો
અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું. તમામ
રાજ્યોને
જાણ કરવામાં આવી હતી કે
12-14 વર્ષની વયના તમામ બાળકો માટે વિનામૂલ્યે કોવિડ
રસીકરણ આવતીકાલથી તમામ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર શરૂ થશે. તેનું ઓનલાઈન
રજીસ્ટ્રેશન
16 માર્ચ બુધવારના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થશે, આ સિવાય ઓનસાઈટ વોક-ઈન દ્વારા પણ
રસીકરણ કરી શકાશે. આ સિવાય
16 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ સાવચેતી રાખી શકશે.

Advertisement



પહેલા માત્ર
60 વર્ષથી વધુ ઉંમરના એવા લોકોને જ સાવચેતીનો ડોઝ
આપવામાં આવતો હતો જેમને અન્ય કોઈ બીમારી હોય. પરંતુ હવે આ વય જૂથ માટે
કોમોર્બિડિટીની સ્થિતિ દૂર કરવામાં આવી છે. સાવચેતીનો ડોઝ બીજા ડોઝની તારીખથી
9 મહિના પછી આપવામાં આવશે. આ સંબંધમાં વિગતવાર માર્ગદર્શિકા રાજ્યો અને
કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવી છે.

Advertisement


બાળકોને Corbevax રસી અપાશે

Advertisement


-        
12 થી 14 વર્ષની બાળકોને Corbevax રસી આપવામાં આવશે

-        
રસીનો પ્રથમ ડોઝ આપ્યા પછી બીજો ડોઝ 28 દિવસ આપવામાં આવશે.

-        
15 થી 18 વર્ષની વયના બાળકોને
ભારત બાયોટેકની કોવેક્સીન આપવામાં આવશે.

-        
જે બાળકોના 12 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય
તેને જ રસી આપવામાં આવશે

-        
12-14 વર્ષના બાળકોને રસીનું મિશ્રણ ન થાય તે માટે
ટીમોને તાલીમ આપવાની જરૂર છે.

-        
બાળકોના રસીકરણ માટે નિયુક્ત કોવિડ રસીકરણ
કેન્દ્રો સ્થાપવાની સલાહ અપાઈ.

Tags :
Advertisement

.