Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં કોરોનાનો નવો XE વેરિઅન્ટનો દર્દી મળી આવ્યો, ઓમિક્રોનથી પણ છે ખતરનાક

છેલ્લા ઘણા દિવસોથી કહેવાઇ રહ્યું હતું કે, જલ્દી જ લોકોને માસ્કમાંથી મુક્તિ મળશે અને પહેલાની જેમ લોકો માસ્ક વિના ફરતા જોવા મળશે. પરંતું પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. જીહા, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. વળી તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોરનાના નવા XE વેરિઅન્ટનો કેસ સામે આવ્યો છે.ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટપરિસ્થિતિ આટલી અચાન
રાજ્યમાં કોરોનાનો નવો xe વેરિઅન્ટનો દર્દી મળી આવ્યો  ઓમિક્રોનથી પણ છે ખતરનાક
છેલ્લા ઘણા દિવસોથી કહેવાઇ રહ્યું હતું કે, જલ્દી જ લોકોને માસ્કમાંથી મુક્તિ મળશે અને પહેલાની જેમ લોકો માસ્ક વિના ફરતા જોવા મળશે. પરંતું પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. જીહા, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. વળી તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોરનાના નવા XE વેરિઅન્ટનો કેસ સામે આવ્યો છે.
ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ
પરિસ્થિતિ આટલી અચાનક જ બદલાઇ જશે તેની કોઇએ કલ્પના પણ કરી નહોતી. જે કોરોનાને આપણે સૌ ભૂતકાળ સમજવા લાગ્યા હતા. તે કોઇને કોઇ નવા વેરિઅન્ટ સાથે આપણા જીવનમાં પરત આવી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના પાટનગરથી જે સમાચાર મળી રહ્યા છે તે ખરેખર ચિંતામાં વધારો કરે છે. ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. જ્યાં એક સાથે અનેક વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સમાચાર ફેલાયા બાદ લોકોમાં ફફડાટ શરૂ થઇ ગયો છે. 
આધેડ હાલ મુંબઇમાં સ્વસ્થ
મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ XE નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઓમિક્રોનનું પેટા વેરિઅન્ટ છે, જે કોરોનાવાયરસનો અત્યાર સુધીનો સૌથી વધુ સંક્રમિત થઇ શકે તેવો સ્ટ્રેન હોઈ શકે છે. ગુજરાતમાં પ્રથમ કોરોના XE વેરિયન્ટની વડોદરામાં એન્ટ્રી થઇ ગઇ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત માં ઘાતક XE વેરિયન્ટ ની એન્ટ્રી થતા તંત્રમાં દોડધામ મચી છે. રાજ્યના વડોદરા શહેરમાં કોરોના ના અત્યંત ઘાતકી XE વેરીએન્ટ નો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો છે.સમગ્ર મામલે પાલિકાની આરોગ્ય સમિતિ ના ચેરમેન ડો રાજેશ શાહે ગુજરાત ફર્સ્ટ ની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત 13 માર્ચે 67 વર્ષીય આધેડ મુંબઈથી વડોદરા આવ્યા હતા.અને શહેરની એક હોટેલ માં રોકાણ કર્યું હતું દરમિયાન તેમની તબિયત નાદુરસ્ત જણાતા તેમને ખાનગી લેબમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.મહત્વનું છે કે તેઓ પોતે 67 વર્ષીય હોવાથી તબિયત વધુ બગડે એ અને તેમને રિપોર્ટ આવે એ પહેલા જ પોતાના વતન મુંબઇ ખાતે જવાનું નક્કી કર્યું હતું.જેથી તેઓ ફ્લાઇટ મારફતે મુંબઇ જવા રવાના થયા હતા.ત્યારબાદ તેમનો કોરોના પોઝિટીવ આવતા જિનમ સિક્વન્સ માટે સેમ્પલ પુણાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. એક મહિના બાદ આધેડનો રિપોર્ટ આવતા XE વેરીએન્ટ હોવાનું સામે આવ્યું છે.ગઈકાલે આવેલા રિપોર્ટમાં XE વેરીએન્ટ જણાતા સાવચેતીના ભાગરૂપે તંત્ર એ દર્દી નો સંપર્ક કર્યો ત્યારે હાલ દર્દી મુંબઇ ખાતે છે અને સ્વાસ્થ્ય હોવાનું સામે આવ્યું છે.વડોદરા ના આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના સંપર્ક માં આવેલા તમામ લોકો નું ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.હાલ એક પણ વ્યક્તિમાં XE વેરિયન્ટ ના લક્ષણો ન જણાતા તંત્ર એ રાહત નો શ્વાસ લીધો છે.
ચાર રાજ્યો માટે એલર્ટ જાહેર
કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે કેરળ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમ માટે એલર્ટ જાહેર કર્યું છે. તેમણે આ ચાર રાજ્યોમાં કોરોનાના કેસને નિયંત્રણમાં રાખવા માટે અત્યારથી જ સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપી છે. તેમના તરફથી આ રાજ્યોમાં કોરોનાના દરરોજ વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સલાહ આપવામાં આવી છે. આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ચારેય રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને પત્ર લખીને ચેતવણી આપી છે.
વિશ્વભરમાં XE વેરિઅન્ટના કેસ ઓછા
નવા વેરિઅન્ટના સમાચાર બાદ આરોગ્ય વર્તુળોમાં ચિંતા વધી છે, કારણ કે મહારાષ્ટ્ર રીકવરીના ટ્રેક પર છે અને ડિસેમ્બર 2021 માં શરૂ થયેલી ત્રીજી લહેરના અંતિમ તબક્કામાં છે. જોકે, હાલમાં વિશ્વભરમાં XE ના થોડા કેસો છે, તેની અત્યંત ઊંચી ટ્રાન્સમિશન સંભવિતતાનો અર્થ એ થઈ શકે છે કે તે નજીકના ભવિષ્યમાં સૌથી વધુ પ્રભાવશાળી સ્ટ્રેન બની જશે.
શું કહે છે એક્સપર્ટ
જોન્સ હોપકિન્સ ખાતે ગુપ્તા-ક્લિન્સકી ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત પેનલ ચર્ચામાં વાઈરોલોજિસ્ટ ગગનદીપ કાંગે જણાવ્યું હતું કે, "વેરિઅન્ટ્સ આવશે કારણ કે લોકો હવે મુસાફરી કરી રહ્યા છે. અમે XE વેરિઅન્ટ વિશે જેટલું જાણ્યું છે, તે ચિંતાનું કારણ નથી. અમે BA.2 વિશે ચિંતિત હતા, પરંતુ તે BA.1 કરતાં વધુ ગંભીર ન હોવાનું બહાર આવ્યું. XE વેરિઅન્ટ પણ BA.1 અથવા BA.2 કરતાં વધુ ગંભીર રોગ પેદા કરતું નથી.'
XE વેરિઅન્ટ શું છે 
WHO અનુસાર, નવું XE વેરિઅન્ટ સૌપ્રથમ UK માં 19 જાન્યુઆરીએ મળી આવ્યું હતું અને ત્યારથી સેંકડો અહેવાલો અને પુષ્ટિઓ કરવામાં આવી છે. તે બે અન્ય ઓમિક્રોન વેરિઅન્ટ ba.1 અને ba.2 નું મ્યુટન્ટ હાઇબ્રિડ છે અને વૈશ્વિક સ્તરે ફેલાતા કેસ માટે જવાબદાર છે. WHO એ કહ્યું છે કે, નવું મ્યુટન્ટ Omicron ના ba.2 પેટા વેરિઅન્ટ કરતાં લગભગ 10 ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે, જે કોઈપણ સ્ટ્રેન કરતાં વધુ ટ્રાન્સમિસિબલ હોઈ શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.