Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, આટલા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના (Corona)ના કેસ ફરી વધવા લાગ્યા છે. ચિંતાનો વિષય એ છે કે આ મહિને અત્યાર સુધીમાં રાજ્યમાં XBB વેરિયન્ટના 18 કેસ નોંધાયા છે. આ ઓમિક્રોનનો બીજો સબવેરિયન્ટ છે. આ સબવેરિયન્ટના કારણે સિંગાપોરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, તેને વધુ ચેપી પણ ગણાવવામાં આવી રહ્યો છે. હવે મહારાષ્ટ્રમાં આ જ વેરિયેન્ટના કેસ સામે આવી રહ્યા છે.BMCA એડવાઈઝરી જારી કરીને લોકોને કહયું- સાવચેતી àª
આ રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું  આટલા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના (Corona)ના કેસ ફરી વધવા લાગ્યા છે. ચિંતાનો વિષય એ છે કે આ મહિને અત્યાર સુધીમાં રાજ્યમાં XBB વેરિયન્ટના 18 કેસ નોંધાયા છે. આ ઓમિક્રોનનો બીજો સબવેરિયન્ટ છે. આ સબવેરિયન્ટના કારણે સિંગાપોરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, તેને વધુ ચેપી પણ ગણાવવામાં આવી રહ્યો છે. હવે મહારાષ્ટ્રમાં આ જ વેરિયેન્ટના કેસ સામે આવી રહ્યા છે.

Advertisement


BMCA એડવાઈઝરી જારી કરીને લોકોને કહયું- સાવચેતી રાખજો 
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 418 નવા કેસ સામે આવ્યા છે અને 3 લોકોના મોત થયા છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે XBB વેરિયન્ટ માટે લોકોને એલર્ટ કર્યા છે અને કોવિડ-19 પ્રોટોકોલને અનુસરવાની સલાહ આપી છે. મુંબઈ સિવિક બોડીએ મંગળવારે (18 ઓક્ટોબર) એક એડવાઈઝરી જારી કરીને લોકોને આગામી તહેવારોની મોસમ પહેલા COVID-19 નિવારણ નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી જેથી કેસની સંખ્યામાં વધુ વધારો થતો અટકાવી શકાય. મુંબઈમાં ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે.

મનુસખ માંડવિયાએ પણ કરી બેઠક 
કોરોનાના વધતા જતા કેસો અને નવા વેરિએન્ટ મળ્યા બાદ કેન્દ્ર સરકાર પણ સતર્ક બની છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડની સ્થિતિ પર બેઠક યોજી હતી. આ માટે જિનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવું જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.