દિલ્હીની સાથે-સાથે મુંબઈમાં પણ કોરોનાએ ઝડપ પકડી, 17 માર્ચ પછી એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા
કોરોના વાયરસની
ચોથી લહેરના ભણકારા
વાગી રહ્યા છે. રાજધાની દિલ્હી બાદ મુંબઈમાં પણ
કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. બુધવારે 17 માર્ચ પછી મુંબઈમાં એક જ દિવસમાં સૌથી વધુ 73 કેસ નોંધાયા છે. જો કે રાહતની વાત એ છે કે કોરોના વાયરસના કારણે
કોઈનું મોત થયું નથી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને
જણાવ્યું હતું કે જ્યારે કોવિડ-19ને કારણે કોઈ મૃત્યુ નોંધાયા નથી. ત્યારે મુંબઈમાં મૃત્યુઆંક 19,560 થઈ ગયો છે. બીએમસીએ કહ્યું છે કે 73 દર્દીઓમાંથી 68 એસિમ્પ્ટોમેટિક છે જ્યારે પાંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
છે.
શહેરમાં આ સપ્તાહની
શરૂઆતથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે શહેરમાં કોરોના વાયરસના 23 કેસ નોંધાયા હતા. એક દિવસ પહેલા
મંગળવારે 52 કેસ નોંધાયા હતા. જણાવી દઈએ કે આ
વર્ષે 3 માર્ચથી મુંબઈમાં દરરોજ 100 થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. રોજિંદા
કેસોમાં વધારા સાથે મુંબઈનો સકારાત્મકતા દર 0.005 ટકાથી વધીને 0.007 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9970 ટેસ્ટ કરવામાં આવ્યા છે. બુધવારે 51 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. મુંબઈમાં
કોરોના દર્દીઓનો રિકવરી રેટ 98 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 299 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 40 દિવસમાં સૌથી વધુ છે.