ચીનમાં કોરોના 'કહેર' બન્યો, નથી 'ખાવા' માટે કંઈ મળતું, નથી 'એમ્બ્યુલન્સ' મળતી, લોકો 'વલખા' મારી રહ્યા છે
ભારતમાં કોરોના મહામારીને કારણે સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે પરંતુ પાડોશી દેશ ચીનમાં કોરોનાનો
પ્રકોપ હજુ યથાવત છે. આરોગ્ય સુવિધાઓનો ડંકો વગાડનાર ચીન હાલમાં કોરોનાની નવી લહેર સામે
ઝઝૂમી રહ્યું છે. ચીનના સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાંથી એક શાંઘાઈમાં કોરોનાને
કારણે સ્થિતિ બેકાબૂ બની રહી છે. વહીવટીતંત્રે કોરોના લોકડાઉન જાહેર કર્યું છે,
ત્યારબાદ બે કરોડ 60ની વસ્તી તેમના ઘરોમાં કેદ થઈ ગઈ છે. શહેરના તમામ સુપર માર્કેટ પણ
બંધ રાખવામાં આવ્યા છે. આવશ્યક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે બાદ
લોકો ખાવા-પીવા માટે તલપાપડ થઈ રહ્યા છે.
શહેરના તમામ સુપર માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા
એક ખાનગી ન્યૂઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ બુધવારે ચીનના
નાણાકીય કેન્દ્ર શાંઘાઈના લોકો ખાવા-પીવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. કોરોના
લોકડાઉનને કારણે બે કરોડ 60 લાખની વસ્તી તેમના ઘરમાં કેદ થઈ ગઈ
છે. કોરોનાની તપાસ માટે શહેરના તમામ સુપર માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને
આવશ્યક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે શાંઘાઈ શહેરમાં આ
પહેલીવાર નથી કે જ્યારે કોરોનાના વધતા કેસોને કારણે શહેરમાં પ્રતિબંધ લગાવવામાં
આવ્યો હોય, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના
કેસ સતત વધી રહ્યા છે. વહીવટીતંત્રે કડક સૂચના આપી છે કે જ્યાં સુધી સમગ્ર
શહેરમાંથી તમામ સેમ્પલ લેવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતિબંધો હટાવવા અંગે વિચારણા
કરવામાં આવશે નહીં. શાંઘાઈ શહેરમાં એક કોરોના સંક્રમિત બાળકને માતા-પિતા તરફથી અલગ અલગ ક્વોરેન્ટાઇન
સેન્ટરમાં રાખવામાં આવી રહ્યું હતું, તે સેન્ટર
વિશેની માહિતી પણ માતાપિતાને આપવામાં આવી રહી ન હતી. પરંતુ હવે આ મામલે થોડી
છૂટછાટ આપતા વહીવટીતંત્રે બાળકોને માતા-પિતા સાથે રહેવાની પરવાનગી આપી છે. ઉલ્લેખનીય છે કે 5 એપ્રિલે શાંઘાઈ શહેરમાં 16,766 નવા કોરોના કેસ નોંધાયા હતા. અગાઉ 4 એપ્રિલે 13086 કોરોના કેસ નોંધાયા હતા.
હોસ્પિટલોમાં જગ્યા નથી, એમ્બ્યુલન્સ પણ
ઓછી છે
શાંઘાઈમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે 2 એપ્રિલે એક ઓડિયો વાયરલ થયો હતો. આમાં એક વ્યક્તિ અને સેન્ટર ફોર
ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના સભ્ય વચ્ચે
વાતચીત થઈ હતી. વાયરલ થયેલા ઓડિયોમાં સીડીસીના એક સભ્ય
કહી રહ્યા હતા, 'હું તમને કહેવા માંગુ છું કે
હોસ્પિટલોના વોર્ડ ભરાયેલા છે, આઈસોલેશન સેન્ટરમાં જગ્યા બચી નથી,
એમ્બ્યુલન્સ નથી કારણ કે સેંકડો ફોન કોલ આવી
રહ્યા છે. વાતચીત દરમિયાન સભ્યએ એમ પણ કહ્યું કે, 'હવે પોઝિટિવ ટેસ્ટને નેગેટિવ પણ કહેવામાં આવી રહ્યો છે. અમારા
વ્યાવસાયિકો અને નિષ્ણાતો પાગલ થઈ રહ્યા છે કારણ કે કોઈ તેમને સાંભળતું નથી.
ખાવાની વસ્તુઓ માટે લોકો વલખા મારે છે
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો-કોવિડ નીતિને કારણે લોકો હવે
પરેશાન થઈ રહ્યા છે. અહીં લોકો પાસે ખાવા-પીવાનું પણ બચ્યું નથી. એક મહિલાએ
જણાવ્યું કે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. તેના હૃદયના ધબકારા વધી ગયા છે. શાંઘાઈમાં રહેતો એક વ્યક્તિ ટ્વિટર પર પોતાની સ્ટોરી કહી રહ્યો છે.
લોકો દાવો કરે છે કે તેમની ખાદ્ય ચીજો ખતમ થઈ રહી છે. હવે સુપરમાર્કેટ અને
દુકાનોમાં પણ સ્ટોક ઘટી રહ્યો છે. શાંઘાઈના એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ડિલિવરીમેનને પણ
આઈસોલેશન કેમ્પમાં રાખવામાં આવી રહ્યા છે. શાંઘાઈમાં કોઈપણ અન્ય પ્રાંતમાંથી આવતી
કોઈપણ ડિલિવરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.વર્તમાન બાબતોના કોમેન્ટેટર સી લેઉંગે જણાવ્યું કે જો શાંઘાઈમાં
ટ્રકો આવી રહી છે તો તેમને બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેથી જ કંપનીઓ
લોજિસ્ટિક્સ પહોંચાડવામાં અચકાય છે. તેમનું કહેવું છે કે ચીનની સરકારે મહામારી
સાથે વ્યવહાર કરવાના દરેક પાસાને નોકરશાહીને સોંપી દીધા છે, જેમણે લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું નથી.
કોરોનાના દર્દીઓ થઈ રહ્યા છે ગાયબ
શાંઘાઈમાં ચેપગ્રસ્ત દર્દીઓ હવે 'ગાયબ' થઈ રહ્યા છે. અહીં લોકોને અલગ રાખવા માટે કોઈ જગ્યા બાકી નથી. એટલા
માટે તેમને બીજી જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. કોમેન્ટેટર ચેન ફેંગે ન્યૂઝ
એજન્સીને જણાવ્યું કે સંક્રમિતોને બળજબરીથી શાંઘાઈને અડીને આવેલા ઝેજિયાંગ અને
જિયાંગસુ મોકલવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દરેક પ્રાંતમાં હજાર-બે હજાર લોકોને
મોકલવામાં આવી રહ્યા છે. 900 લોકોને હેનાન જેવા પ્રાંતમાં
મોકલવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ જ મોડલ વુહાન અને શિયાનમાં લોકડાઉન
દરમિયાન અપનાવવામાં આવ્યું હતું અને બાદમાં જિલિનમાં પણ એવું જ કરવામાં આવ્યું
હતું. એટલું જ નહીં શાંઘાઈના રોગ નિષ્ણાત ઝેંગ વેનહોંગ પણ 23
માર્ચથી જાહેરમાં જોવા મળ્યા નથી. એવી આશંકા છે
કે તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ઝેંગે સોશિયલ મીડિયા પર
ઝીરો-કોવિડ પોલિસી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.